તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સન ફાર્મા રોડ પર બીમારીથી કંટાળી મહિલાએ ફાંસો ખાધો, પતિ વાળ કપાવવા ગયા ને પત્નીએ પગલું ભર્યું

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

સનફાર્મા રોડ પર રહેતાં 47 વર્ષનાં મહિલાએ બિમારીથી કંટાળી ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સનફાર્મા રોડ પર યોગી દર્શન સોસાયટીમાં રહેતાં 47 વર્ષનાં પ્રીતિબેન ચાવડા છેલ્લા ઘણા સમયથી બીમારીથી પીડાતાં હતાં. પતિ ધર્મેશભાઈ ચાવડા વાળ કપાવવા માટે ગયા હતા. પુત્ર ઓનલાઇન અભ્યાસ કરતો હતો અને પુત્રી સૂઈ રહી હતી. ત્યારે શુક્રવારે સાંજે પ્રીતિબેને મકાનના રૂમમાં ગળેફાંસો ખાધો હતો. એક કલાક બાદ વાળ કપાવી ઘરે પરત આવેલા ધર્મેશભાઈએ રૂમનો બંધ દરવાજો ખખડાવતાં પ્રીતિબેને ખોલ્યો નહતો.

જેથી તેઓ મકાનની પાછળની બારીમાં જઈને જોતા પ્રીતિબેનને ગળેફાંસો ખાધેલી હાલતમાં દેખાયાં હતાં. તેઓએ ઘટનાની જાણ કરતાં પાડોશીઓએ દરવાજો તોડી રૂમમાં પહોંચ્યા હતા. ઘટનાની જાણ કરતાં જે.પી.રોડ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ખેતરમાં મહિલાનું ઝેરી દવા પી લેતાં મોત
ન્યુ અલકાપુરી રોડ પર ખેતરમાં રહેતી આધેડ મહિલાએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર દરમ્યાન ગોત્રી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. ન્યુ અલકાપુરી વિસ્તારમાં ઘનશ્યામ પટેલના બંગલાની સામે ખેતરમા રહેતા શારદાબેન વસાવાએ શુક્રવારે ભૂલથી ઝેરી દવા ગટગટાવી હતી. જેના કારણે તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...