• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • On PM's 71st Birthday, Vadodara Artists Make Modi's 71 foot long Rangoli, 971 kg 182 foot long Cake Will Be Cut By Crippled Children

PMના બર્થ ડેની ઉજવણી:વડાપ્રધાનના 71મા જન્મદિવસે વડોદરાના કલાકારોએ મોદીની 71 ફૂટ લાંબી રંગોળી બનાવી, 971 કિલોની 182 ફૂટ લાંબી કેક દિવ્યાંગ બાળકો કાપશે

વડોદરાએક મહિનો પહેલા
વડોદરાના પૂર્વ મેયરે 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી તૈયાર કરાવીને ઉજવણી કરી
  • વડોદરાના પૂર્વ મેયરે 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી તૈયાર કરાવીને ઉજવણી કરી
  • કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રંગોળી જોવા જાય તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મ દિવસ નિમિત્તે વડોદરાના પૂર્વ મેયરે 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી તૈયાર કરાવીને ઉજવણી કરી છે. આ રંગોળી શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા શોપિંગ મોલમાં બનાવી છે. રંગોળીની સાથે 971 કિલોની કેક બનાવવામાં આવી છે. જેમાં સરકારની વિવિધ યોજનાઓ લખવામાં આવશે. ભવ્ય રંગોળીની કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ મુલાકાત લેનાર છે.

મોદી ચાહકો જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મ દિવસ નિમિત્તે ભાજપ અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરે પોતાની રીતે પરંપરા રંગોળી ગૃપની મદદ લઇને ગેંડા સર્કલ પાસેના શોપિંગ મોલમાં 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી રંગોળી તૈયાર કરાવીને વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમીત્તે શહેરમાં ભરચક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોદી ચાહકો અલગ-અલગ રીતે પણ વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે.

રંગોળીની સાથે 971 કિલોની કેક બનાવવામાં આવી છે
રંગોળીની સાથે 971 કિલોની કેક બનાવવામાં આવી છે

મોદીની રંગોળી તૈયાર કરવામાં આવી છે
વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કર્મભૂમી રહી છે. વડોદરાએ વડાપ્રધાનને વર્ષ-2014માં ખોબેખોબા મતો આપીને આશિર્વાદ આપ્યા છે. વડોદરા એક કલાનગરી છે, ત્યારે તેઓનો જન્મ દિવસ ઉજવવો વડોદરાના લોકોની ફરજ બને છે. જેથી પરંપરા રંગોળી ગૃપના કલાકારો દ્વારા 71 ફૂટ લાંબી અને 30 ફૂટ પહોળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રંગોળી તૈયાર કરવામાં આવી છે.

971 કિલોની 182 ફૂટ લાંબી કેક તૈયાર કરી
આ ઉપરાંત 971 કિલોની 182 ફૂટ લાંબી કેક તૈયાર કરવામાં આવી છે. આ કેકમાં વડાપ્રધાન દ્વારા જનહિત માટે અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાઓ દર્શાવવામાં આવી છે. આ કેક દિવ્યાંગ બાળકોના હસ્તે કપાવવામાં આવશે અને કેક સ્લમ વિસ્તારોમાં વિતરણ કરવામાં આવશે. આ આયોજનની મુલાકાત કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ લે તેવી શક્યતા છે. આ રંગોળી ચાર દિવસ સુધી રહેશે.

કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રંગોળી જોવા જાય તેવી શક્યતા
કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રંગોળી જોવા જાય તેવી શક્યતા

71 હોટ એર બલુન છોડાશે
આ ઉપરાંત શહેર ભાજપાના સાંસ્કૃતિક સેલ અને રમત-ગમત સેલ દ્વારા સમા-સાવલી રોડ ઉર્મિ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ, ડોક્ટર્સ સેલ તથા મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે ટેસ્ટીંગ ઉદ્રઘાટન, મકરપુરા જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, લઘુમતી મોરચા દ્વારા માંડવી મસ્જીદ ખાતે નમો એપ ડાઉનલોડ કરવાનું, બપોરે 3 કલાકે કોઠી, શાસ્ત્રી પોળ પાસેથી 71 હોટ એર બલુન છોડવાનું, લાયન્સ ક્લબો દ્વારા વૃક્ષારોપણ અને શહેરના 19 રામજી મંદિરોમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...