ગુરુપૂર્ણિમાની ઉજવણી:તાજપુરામાં દોઢ લાખ નારાયણ ભક્તો ઉમટ્યાં; નારેશ્વરમાં રંગ અવધૂત મહારાજની પાદુકાનું પૂજન, પાલખી યાત્રા

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર-જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ગુરુપૂર્ણિમાની ઉજવણી

ગુરૂપૂર્ણિમાના તહેવારમાં શહેર-જિલ્લામાં આવેલા આશ્રમો,મંદિરો અને ગુરૂસ્થાનો પર ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં યાત્રાધામ તાજપુરા ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવા માટે 1.50 લાખ ભક્તોનું ઘો૰ડાપુર ઉમટ્યું હતું. નારેશ્વર ખાતે પણ રંગ અવધૂત મહારાજની પાદુકા પૂજન અને પાલખી યાત્રાનું આયોજન થયું હતું.

તાજપુરા ખાતે વહેલી સવાર થી જ નારાયણ બાપુના દર્શન કરવા ભક્તો ઉમટતા બાસ્કા થી તાજપુરા સુધીનો રસ્તો વન-વે કરવો પડ્યો હતો. ભક્તોને દર્શનમાં સરળતા પડે તે માટે મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્ર દ્વારા પણ સુચારૂ આયોજન કરાયું હતું. નારાયણ બાપુની પાદુકાપૂજન તેમજ પાલખી યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

ઉપરાંત વડોદરા જિલ્લાનું રંગ અવધુત બાપજીનું નારેશ્વર ધામમાં પણ વહેલી સવારથી જ મંગળા આરતી અને શણગાર આરતીથી ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. રંગ અવધૂત મહારાજના હસ્તલિખીત ગ્રંથોથી મંદિર શણગારવામાં આવ્યું હતું. જ્યારે મંદિરમાં પાદુકા પૂજન બાદ પાલખી યાત્રામાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં.

જ્યારે શહેરના ભુતડીઝાંપા વિસ્તારમાં આવેલા શ્રીરંગ મંદિર અને બાપોદ સ્થિત રંગવાટીકા ખાતે પણ રંગ અવધુત મહારાજની પાદુકા પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતાં. આ ઉપરાંત ગુરુ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત સનાતન વૈદિક ધર્માનુરાગી ટ્રસ્ટ દ્વારા ગુરૂપાદુકા પુજન, વ્યાસ પુજન તેમજ કલ્યાણરાયજી હવેલી ખાતે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી મહારાજની ચરણવંદના નિમિત્તે કેસર સ્નાનનું આયોજન કરાયું હતું.

વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં 50થી વધુ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા અપાઇ
માંજલપુર સ્થિત વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વૈષ્ણવાચાર્ય વ્રજરાજીકુમારજી મહોદયના સાનિધ્યમાં 50 થી વધુ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા આપવામાં આવી હતી.ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયના અગ્રગણ્ય વૈષ્ણવો, સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રમાં થી પણ ગુરુપૂજનનો અલૌકિક લાભ લીધો હતો.વીવાયઓ ના અલગ અલગ શહેરોમાંથી પધારેલ વૈષ્ણવો દ્વારા પણ વ્રજરાજકુમારજી નું પૂજન સંપન્ન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...