કોરોના દરમિયાન સૌથી કફોડી હાલતનો ભોગ બનેલા ટ્રાવેલ્સ ઉદ્યોગ આ વર્ષે ઉનાળુ વેકેશનમાં વિકાસની હરણફાળ ભરે તેમ જણાય છે. શહેર-જિલ્લામાંથી અંદાજે 5 લાખ લોકોના નાની મોટી તમામ ટૂરોમાં ફરવા જવાના અંદાજ સાથે ટુર ઓપરેટરો દ્વારા પેકેજ તૈયાર કરાયાં છે. જોકે ડીઝલનો ભાવ વધારો અને હોટલના વધેલા ભાડાથી પેકેજ 25% મોંઘાં થયાં છે. બીજી તરફ એપ્રિલથી જૂન 3 મહિનામાં ટ્રાવેલ્સ ઉદ્યોગ 150 કરોડના વ્યવસાયના અંદાજ સાથે 10 હજાર લોકોને રોજી મળશે તેવું નિષ્ણાતો જણાવી રહ્યા છે.
કોરોનાની ત્રીજી લહેર પછીના તહેવારોમાં નાની ટુર પર જનારા લોકોથી પર્યટન સ્થળો ફૂલ રહ્યાં હતાં, ઉનાળુ વેકેશન અને લાંબા પ્રવાસો ઇન્ડસ્ટ્રીઝને બળ પૂરું પાડશે. ત્રણ મહિનાના રેલવેના બુકિંગ ફુલ છે અને પ્લેનના બેઝ રેટમાં વધારો થયો છે. ફરવા જવામાં ઉત્તરના પર્યટન સ્થળોનંુ ચલણ વધુ છે.
હોટ ડેસ્ટિનેશન અને વધેલા પેકેજનો ભાવ
સ્થળ | ગત વર્ષનો | દિવસ | આ વર્ષનો |
ભાવ | ભાવ | ||
કાશ્મીર | રૂ15000 | 7 | રૂ 21000 |
સિક્કિમ | રૂ 19000 | 7 | રૂ 24500 |
ચાર ધામ | રૂ17000 | 12 | રૂ 25000 |
દિલ્હી માટે 20 એપ્રિલની ટ્રેનની સ્થિતિ
ચારધામને પગલે હરિદ્વારની ટ્રેન ફૂલ
આગામી મહિનામાં ચારધામની યાત્રા શરૂ થતી હોવાને પગલે કેદારનાથ દર્શન કરવા માટે મોટો ધસારો જોવા મળી રહ્યો છે, જેને પગલે વડોદરાથી પસાર થતી બાંદ્રા હરિદ્વાર, વલસાડ હરિદ્વાર અને દહેરાદૂન એક્સપ્રેસ સહિતની તમામ ટ્રેન જૂન મહિના સુધી ફૂલ દર્શાવે છે.
આ વર્ષે વિદેશ ટુર ઓછી થશે
યુક્રેન-રશિયાનું યુદ્ધ અને વિશ્વ યુદ્ધના ભણકારા સાથે 27 તારીખથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ છે, પરંતુ વિદેશ ટુર માટે ફ્લાઇટના ગ્રૂપ બુકિંગના ભાવ હજુ જાહેર થયા નથી. માત્ર દુબઈ ચાલુ છે. આ વર્ષે વિદેશ ટુર ઓછી થાય તેમ જણાય છે. > સુનિલ સોની, ટુર ઓપરેટર
લોકો જાતે બુકિંગ કરતા થયા
લોકોમાં ચલણ બદલાયું છે. લોકો જાતે હોટલ અને ટ્રેનનું બુકિંગ કરાવી ફરવા જઈ રહ્યા છે. ટ્રાવેલ્સની એક બસ ઉપડે તેમાં મેનેજર,રસોઈયાનો સ્ટાફ મળીને કુલ 5 જણને રોજી મળતી હોય છે. ડ્રાઇવર અને સ્ટાફનો પગાર પણ મોંઘો થયો છે.
> મનિષ શાહ, પ્રમુખ ટ્રાવેલ્સ એસોસિયેશન
બેંગકોક-પતાયામાં પ્રવાસીઓને હજુ પણ ક્વોરન્ટાઇન કરાય છે
સૌથી હોટ ફેવરિટ બેંગકોક-પતાયામાં હજુ પણ એક દિવસ સરકારી હોટેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ત્યાં ફરવાની મંજૂરી મળે છે. જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સાત દિવસ ફરી ક્વોરન્ટાઇન થવું પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.