કોરોના વડોદરા LIVE:ઓમિક્રોન પોઝિટિવ આવેલા દંપતીના સંપર્કમાં આવેલા 8 વ્યક્તિ પોઝિટિવ આવ્યા, સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓમિક્રોનના દર્દીઓ માટે સિવિલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
ઓમિક્રોનના દર્દીઓ માટે સિવિલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.(ફાઈલ તસવીર)
  • સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવ્યાં

કોરોનાનો નવા વેરિયન્ટ ઓમિક્રોનનો વિશ્વભરમાં ડર સતાવી રહ્યો છે. ત્યારે વડોદરાના ફતેપુરામાં ઇસ્ટ આફ્રિકાના ઝાન્બિયાથી આવેલા 75 વર્ષીય પુરુષ અને 67 વર્ષીય મહિલા એમ 2 મુસાફરોનો ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. બંને નોન હાઈ રિસ્ક કન્ટ્રીઝમાંથી આવે છે. જેથી તંત્ર દ્વારા તેમના સંપર્કમાં આવેલા લોકોનું ટ્રેસિંગ અને ટેસ્ટિંગ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે પૈકી 8 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓના સેમ્પલ લઈને જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા.

ઓમિક્રોન પોઝિટિવના સંપર્કમાં આવેલા 51 લોકોના ટેસ્ટ કરાયા
ઓમિક્રોન પોઝિટિવ આવેલા દંપતીના સંપર્કમાં આવેલા 51 લોકોને કોર્પોરેશનની આરોગ્ય ટીમ દ્વારા ટ્રેસ કરવામાં આવ્યા હતા. જે પૈકી 8 વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેથી તેઓના સેમ્પલ લઈને જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા હતા. શહેરમાં પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ બે કેસ આવતા તંત્ર એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

કેસની સંખ્યા 72,506 પર પહોંચી
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં કોરોનાની કુલ કેસની સંખ્યા 72,506 પર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ 71,774 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 623 દર્દીના મોત થયા છે.

ધીમી ગતિએ કેસમાં વધારો
એક્ટિવ કેસોનો આંક 100ને પાર વડોદરા શહેરમાં છેલ્લા 11 દિવસથી કોરોનાના કેસો વધ્યા છે. સાથે જ એક્ટિવ કેસોમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ગુરુવારે શહેરમાં કુલ એક્ટિવ કેસોનો આંક 100ને પાર થઇને 106 પર પહોંચ્યો હતો. શહેરના નવાયાર્ડ, નવાપુરા, માંજલપુર, ફતેપુરા, સુભાનુપુરા, દિવાળીપુરા અને સમામાં કોરોનાના નવા પોઝિટિવ કેસો આવ્યાં હતા. ગુરુવારે 5,579 નમૂનાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. એક્ટિવ દર્દીઓ પૈકી 5ને ઓક્સિજન પર અને એકને વેન્ટિલેટર પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં પશ્ચિમ ઝોનમાં 3, ઉત્તર ઝોનમાં 6 અને દક્ષિણ ઝોનમાં 3 કેસ આવ્યાં હતા.

મ્યુકોરના 5 દર્દી સારવાર હેઠળ
મ્યુકોરમાઇકોસિસના 5 દર્દી સારવાર લઇ રહ્યાં છે ઉલ્લેખનીય છે કે, સૌથી વધુ 12 હજારથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં છે. જ્યારે દક્ષિણ ઝોનમાં આજ દિન સુધી કુલ 11,888 અને ઉત્તર ઝોનમાં 11,8941 કેસ આવ્યા છે. શહેરની એસએસજી હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના 5 દર્દી સારવાર લઇ રહ્યાં છે. ગુરુવારે હોસ્પિટલમાં 5 સર્જરીઓ કરવામાં આવી હતી.

રૂરલમાં સૌથી વધુ 26,810 કેસ
વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,810 કેસ વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,506 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9718 પશ્ચિમ ઝોનમાં 12,163, ઉત્તર ઝોનમાં 11,891, દક્ષિણ ઝોનમાં 11,888, વડોદરા ગ્રામ્યમાં 26,810 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.