ઓમ મંગલમ સિંગલમ:યુગલે નક્કી કર્યું, લગ્ન પૂર્વે છૂટાં પડી માણીએ લાઇફની મજા

વડોદરા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
18મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમના સ્ટાર કાસ્ટે દિવ્ય ભાસ્કરના કાર્યાલયની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
18મી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમના સ્ટાર કાસ્ટે દિવ્ય ભાસ્કરના કાર્યાલયની મુલાકાત લીધી હતી.
  • 18મીએે રિલીઝ થશે નિર્દોષ પ્રેમની મસ્તીભરી લાગણીની વાત
  • ગુજરાતી ફિલ્મો રિલીઝ થયા બાદ લોકો સુધી પહોંચતી થઈ

વર્ષોથી એકબીજાના પ્રેમમાં તરબતર એવાં યુવા પ્રેમી-પંખીડાઓ જ્યારે લગ્ન કરવા જઇ રહ્યાં છે ત્યારે તેઓ એક મજાનો નિર્ણય કરે છે. તેઓ નક્કી કરે છે કે, લગ્ન પહેલાં એકવાર સેપરેટ લાઇફની મજા માણીએ. એ કરીએ જે યુવા થતાં ન કરી શક્યાં. બસ આ નિર્ણય બાદ જીવન કેવા અવનવા-મસ્તીભર્યા વળાંકો લેતું રહે છે તે જોવા માટે 18મી નવેમ્બરના રોજ સિનેમાગૃહોમાં રિલીઝ થઈ રહેલી ફિલ્મ ઓમ મંગલમ સિંગલમ એકદમ પરફેક્ટ છે. આ ફિલ્મની ક્રૂએ સોમવારના રોજ દિવ્ય ભાસ્કર કાર્યાલયની મુલાકાત લીધી હતી.

આ અંગે ફિલ્મના લીડ અભિનેતા મલ્હાર ઠાકર કહે છે કે, ‘આપણી જ આસપાસના મિત્રો, આપણા પરિવારજનો કેવી રીતે જીવે છે, તેની સાથે પોતાના જીવનને પણ દર્શક જાણી શકશે. ફિલ્મના મુખ્ય અભિનેતા મલ્હાર ઠાકર કહે છે કે, ફિલ્મમાં મારો રોલ સિદ્ધાર્થનો છે. સિદ્ધાર્થને પૂછાય છે કે, તું કોઇવાર ડેટ પર ગયો છે?’ સિદ્ધાર્થે વાણી સાથેની 12 વર્ષની રિલેશનશિપમાં આવી બાબત ક્યારેય જાણી જ ન હતી. બંને લીડ રોલની આસપાસ કોરિયોગ્રાફર મિત્ર અને ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીની સંચાલિકા પણ છે.

ફિલ્મનાં પ્રોડ્યુસર આરતી પટેલે આ અંગે જણાવ્યું હતું કે, ફિલ્મમાં એક સરસ બાબત એ પણ માણવા મળે છે કે, લાંબા સમયની રિલેશનશિપમાં ઘણીવાર બીજા લોકો સાથેના સંબંધોની ફ્લેક્સિબિલિટી ગુમાવીએ છીએ. યુવાઓની મૂંઝવણને પણ માણવાલાયક પ્રસ્તુત કરવામાં આવી છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મલ્ટીપ્લેક્સિસમાં ગુજરાતી ફિલ્મો રિલીઝ થયા બાદ લોકો સુધી પહોંચતી થઇ છે.’ આ ફિલ્મમાં સંગીત સચીન-જિગરનું છે. ફિલ્મનું શૂટિંગ 32 દિવસ સુધી અમદાવાદ અને તેની આસપાસના લોકેશન પર કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...