તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:‘કોરોનાની બીકથી સ્યુસાઇડ કરૂ છું’ અંતિમ ચિટ્ઠી લખી વડોદરામાં વૃદ્ધે તળાવમાં કૂદી જીવ આપ્યો

વડોદરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઇનસેટમાં મૃતક નવનિતભાઇ પટેલની ફાઇલ તસવીર તથા સ્યુસાઇડ નોટ. - Divya Bhaskar
ઇનસેટમાં મૃતક નવનિતભાઇ પટેલની ફાઇલ તસવીર તથા સ્યુસાઇડ નોટ.
 • દિવાળીપુરાની હરિકૃપા સોસાયટીમાં રહેતા 68 વર્ષિય વૃદ્ધ ગત નવેમ્બરમાં ગુમ થયા હતા

શહેરના ગોત્રી તળાવના કિનારેથી શનિવારના રોજ મળેલા હાડપિંજરના બે ટુકડાની તપાસ દરમિયાન આ કંકાલ દિવાળીપુરા વિસ્તારમાંથી 5 મહિના પહેલાં ગુમ થયેલા વૃદ્ધનું હોવાનું બહાર આવ્યું હતું. આ 68 વર્ષીય વૃદ્ધે કોરોનાની બીકથી હું સ્યુસાઇડ કરું છું, તેવું લખાણ લખીને આત્મહત્યા કરી હોવાનું તપાસમાં આવતાં પોલીસ પણ ચોંકી હતી. ગોત્રી પોલીસ દ્વારા આપઘાતના આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગોત્રી તળાવમાં શનિવારે બપોરે કોર્પોરેશનના સફાઇ કર્મીઓ દ્વારા સફાઇની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ગોત્રી તળાવના કિનારે એક અજાણ્યા પુરુષના હાડપિંજરના બે ભાગ સફાઈ કર્મચારીઓની નજરે પડતા તે ચોંકી ઊઠ્યા હતા. મામલાની જાણ ગોત્રી પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કંકાલની તપાસ શરૂ કરી હતી. તપાસ માટે એફએસએલની પણ મદદ લેવાઇ હતી અને ત્યાર બાદ પીએમ માટે કંકાલને સયાજીમાં મોકલી આપ્યું હતું.

કંકાલમાં ખોપડીનો ભાગ, પાંસળીઓનો ભાગ તથા પગનો ભાગ મળ્યો હતો. ગોત્રી પીઆઇ સુનિલ ચૌધરીએ જણાવ્યું કે, કંકાલ પર સફેદ શર્ટ અને પેન્ટ ચોંટેલું મળ્યું હતું. પુરુષનું કંકાલ હતું અને તે દિશામાં તપાસ શરૂ કરાઇ હતી. દરમિયાન કંકાલ પર રહેલા પેન્ટના કપડામાં ચોંટી ગયેલી નાની ચિઠ્ઠી તબીબોને મળી હતી. પાણીમાં રહેવાના કારણે ભીની થયેલી ચિઠ્ઠીની તપાસ કરાતા તેમાં આ વૃદ્ધે ચી.દિલીપ, કોરોનાની બીકથી સ્યુસાઇડ કરું છું તેવું લખાણ લખેલું જોવા મળ્યું હતું.

પેન્ટના કપડામાંથી મળેલા ડ્રાઇવિંગ લાઇસન્સથી વૃદ્ધની ઓળખ થઇ હતી જેમાં આ વૃદ્ધનું નામ નવનીતભાઇ ઇશ્વરભાઇ પટેલ હોવાનું અને તે દિવાળીપુરામાં હરીકૃપા સોસાયટીમાં રહેતા હોવાનું બહાર આવતાં તેમના પરિવારને જાણ કરાઇ હતી. હાલના તબક્કે તપાસમાં કોરોનાની બીકથી તેમણે સ્યુસાઇડ કર્યું હોવાનું જણાઇ રહ્યું છે. પોલીસ સમગ્ર મામલાની હાલ તપાસ કરી રહી છે. વૃદ્ધના પરિવારની પુછપરછ કરાયા બાદ વધુ માહિતી મળી શકે તેમ છે.

કોરોનાથી ડર હતો કે કેમ તેની તપાસ શરૂ
પોલીસે જણાવ્યું કે, 68 વર્ષીય નવનીતભાઇ 5 માસ પહેલાં ઘર છોડી નીકળી ગયા હતા. નવેમ્બરમાં તેઓ ગુમ થતાં તેમના પરિવારે પોલીસને જાણ કરતાં જાણવાજોગ નોંધીને શોધખોળ કરી હતી. તેમના પરિવારમાં એક પુત્ર અને પુત્રી છે. વૃદ્ધ ઘણા સમયથી નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા. તેમણે ઘર છોડ્યા બાદ તુરત આત્મહત્યા કરી લીધી હોય તેવું તપાસમાં જણાયું હતું. તેમને કોરોનાની બીક કેમ હતી તે સહિતના મુદ્દાની પોલીસ હાલ તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો