કાર્યવાહી:ઓઇલ ચોર અમરસિંહના ઘર બહાર ફરારી જાહેરનામું લાગ્યું

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઓઈલચોર અમરસિંહના ઘરની બહાર ફરારી જાહેરનામાનું પોસ્ટર લગાવાયું. - Divya Bhaskar
ઓઈલચોર અમરસિંહના ઘરની બહાર ફરારી જાહેરનામાનું પોસ્ટર લગાવાયું.
  • 13 દિવસમાં હાજર ન થાય તો મિલકત જપ્તીની કાર્યવાહી
  • પોલીસે વતન રાજસ્થાન સુધી તપાસ કરવા છતાં અમરસિંહ હાથ ન લાગ્યો

ક્રૂડ ઓઇલની પાઇપમાં કાણું પાડી ઓઇલ ચોરવાના કૌભાંડનો માસ્ટર માઈન્ડ અમરસિંહ પોલીસને હાથ નહીં લાગતા હવે તેની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. પોલીસે અમરસિંહના ઘરની બહાર સી.આર.પીસી કલમ 82ના ફરારી જાહેરનામાને લગતું પોસ્ટર પણ લગાવ્યું છે.

ઉલ્લેખનિય છે કે, આરોપી પકડમાં નહી આવતા પીસીબીએ કોર્ટમાં પહોંચતા ઓઈલ ચોર અમરસિંહને 13 જુલાઈ સુધી હાજર થવા આદેશ કરાયો છે. આરોપી હાજર નહીં થાય તો મિલ્કતો જપ્ત કર્યા બાદ હરાજી કરાશે. પીસીબીના પીઆઇ જે.જે.પટેલ અને ટીમે ક્રૂડ ઓઈલની ચોરી કરતી ગેંગનો જુલાઈમાં પર્દાફાશ કર્યો હતો.

આ ટોળકી વડોદરા શહેરની હદમાં આવેલા રાયપુરા ગામ પાસે ઓએનજીસીની ઓઈલ પાઈપલાઈનમાં પંચર પાડીને ઓઈલ કાઢતી હતી. પીસીબીએ આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી બે ટ્રક, એક ટેન્કર અને 20,000 લીટર તેલ કબજે કર્યું હતું. જેમાં મુખ્ય આરોપી તરીકે અમરસિંહનું નામ બહાર આવ્યા બાદ એની શોધખોળ શરૂ થઇ હતી.

પોલીસે તેના ઘરે તેમજ વતન રાજસ્થાન જઇ તપાસ કરી હતી જ્યાં તેના માં બાપ અને ભાઈ રહે છે. અમરસિંહ નહિ ઝડપાતા એની પત્ની અને પુત્રની પણ મામલામાં સંડોવણી બહાર આવતા પોલીસે એમને ઝડપ્યા હતા. બાદમાં તેમનો જામીન પર છુટકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...