ગ્રાઉન્ડ રિપોર્ટ:વડોદરામાં ધો.1થી 5ની ઓફલાઇન સ્કૂલો શરૂ, પહેલા દિવસે ક્લાસરૂમ ખાલી જોવા મળ્યા, વિદ્યાર્થીઓ ઓનલાઇન જ ભણ્યા

વડોદરા14 દિવસ પહેલા
પહેલા દિવસે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ આવ્યા નહોતા
  • સ્કૂલો ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓને ઓફલાઇન ભણાવવા માટે સજ્જ થઇ
  • આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ રાબેતા મુજબ આવવાની શરૂઆત કરી દેશે

કોરોનાની સંભવીત ત્રીજી લહેર વચ્ચે ધોરણ-1થી 5 સુધીની સ્કૂલો શરૂ કરવાના રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પગલે શહેરની સરકારી અને ખાનગી સ્કૂલો ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓને ઓફલાઇન ભણાવવા માટે સજ્જ થઇ ગઇ હતી. જોકે, સ્કૂલો પ્રારંભ થવાના પ્રથમ દિવસે શહેરની એકપણ સ્કૂલમાં ધોરણ-1 થી 5ના વિદ્યાર્થીઓ આવ્યા ન હતા. સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે, આજે પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા નથી. પરંતુ, આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓ રાબેતા મુજબ આવવાની શરૂઆત કરી દેશે.

ધો-1થી 5ના વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ન આવ્યા
કોરોનાના કારણે બંધ કરવામાં આવેલી સ્કૂલો તબક્કાવાર બંધ શરૂ કરવામાં આવી હતી. 20 માસ બાદ ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શરૂ થઇ હતી. આજે પ્રથમ દિવસે ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓ સ્કૂલોમાં આવ્યા ન હતા. સ્કૂલ સંચાલકો દ્વારા ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓને ભણાવવા માટે સજ્જ હતા. પરંતુ. વિદ્યાર્થીઓ આવ્યા ન હોવાથી શિક્ષકોને ક્લાસમાંજ બેસી રહેવું પડ્યું હતું.

સ્કૂલો ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓને ઓફલાઇન ભણાવવા માટે સજ્જ થઇ
સ્કૂલો ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓને ઓફલાઇન ભણાવવા માટે સજ્જ થઇ

વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાની ફરજ પડી
ધો-1થી 5ના વિદ્યાર્થીઓ સ્કૂલોમાં ન આવતા આજે પણ સ્કૂલ શિક્ષકોને રાબેતા મુજબ ધો-1 થી 5ના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવવાની ફરજ પડી હતી. જોકે, સ્કૂલોના શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીઓના વાલીઓને મેસેજ કરીને સ્કૂલ શરૂ થઇ ગઇ હોવાના મેસેજ કરવામાં આવ્યા હતા. પરંતુ, વાલીઓ દ્વારા વેઇટ એન્ડ વોચની નીતિ અપનાવીને પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલ્યા ન હતા.

સ્કૂલ વાન અને રીક્ષાઓને હજુ મંજૂરી મળી નથી
આજે સ્કૂલોમાં નહીંવત હાજરી રહેવા પાછળનું બીજુ કારણ સ્કૂલ વાન અને રીક્ષાઓને હજુ મંજૂરી આપવામાં ન હોવાનું પણ છે. વહેલી સવારની સ્કૂલોમાં અભ્યાસ કરતા મોટા ભાગના ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓ સ્કૂલ ઓટો અથવા સ્કૂલવાનમાં જતા હોય છે. સ્કૂલમાં જવા માટે વાલીઓ પાસે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ન હોવાના કારણે પણ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી ન હતી. એતો ઠીક કોર્પોરેશન સંચાલિક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી ન હતી.

વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલ્યા ન હતા.
વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલ્યા ન હતા.

ધોરણ-5થી 12 સુધીના વર્ગો શરૂ થઇ ગયા
રાજ્યના શિક્ષણ મંત્રાલય દ્વારા ધોરણ-1 થી 5ના વિદ્યાર્થીઓ શરૂ કરવા માટે લેવામાં આવેલા નિર્ણય બાદ સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્ત પણે અમલ થાય તે માટેની તમામ તૈયારી કરી દીધી હતી. જોકે, ધોરણ-5થી 12 સુધીના વર્ગો શરૂ થઇ ગયા હોવાથી દરેક સ્કૂલોમાં કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણેનું આયોજન છે. પરંતુ, આજથી ધોરણ-1થી 5ના વિદ્યાર્થીઓની સ્કૂલ શરૂ થતાં, સ્કૂલ સંચાલકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...