તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ટેકો.માં કોરોના પછી એકેય વખત ઓફલાઇન શિક્ષણ શરૂ થયું નથી

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • VVS દ્વારા ફેકલ્ટી કરવા માટેની માગણી

મ.સ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી કોરોના પછી એક વાર પણ ઓફલાઇન શરૂ કરવામાં આવી નથી. જેના પગલે છાત્રાેમાં ભારે નારાજગી વ્યાપી હોવાનું જાણવા મળે છે. વીવીએસ દ્વારા ફેકલ્ટી વહેલી તકે શરૂ કરવા માટેની માંગણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસો ઘટ્યા પછી કોલેજ ઓફલાઇન શરૂ કરવા માટેની પરવાનગી આપી હતી.

જોકે ટેકનોલોજી ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા કોઇને કોઇ કારણોસર ફેકલ્ટી શરૂ કરવામાં ઉદાાસીનતા દાખવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગની ફેકલ્ટીઓ ઓફલાઇન શરૂ થઇ ગઇ હોવા છતાં પણ ટેકનોલોજી ફેકલ્ટી હજુ સુધી સરૂ કરવામાં આવી ના હોવાથી વિદ્યાર્થી સંગઠન વીવીએસ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે એન્જિનિયરિંગ જેવા મહત્વના અભ્યાસક્રમ શરૂ નહિ કરવામાં આવતા વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...