એજ્યુકેશન:2 વર્ષ બાદ TY બીકોમની ઓફલાઇન પરીક્ષાઓ શરૂ

વડોદરા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 11 બિલ્ડિંગ પર 7 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા
  • 30% ઓબ્જેક્ટિવ, 40% સબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાયા

એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં કોરોનાકાળ પછી 2 વર્ષે ઓફલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. ટીવાય બીકોમની પરીક્ષા દરમિયાન 7 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા.મ.સ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં છેલ્લાં 2 વર્ષથી ઓનલાઇન પરીક્ષા લેવામાં આવતી હતી. જોકે કોરોનાના કેસો હળવા થયા બાદ સરકાર દ્વારા ઓફલાઈન અભ્યાસ અને ઓફલાઇન પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં પરીક્ષા ઓફલાઈન મોડ યોજવામાં આવી રહી છે.

કોમર્સ ફેકલ્ટીની ટીવાયની પરીક્ષા પણ 13 મેથી શરૂ કરવામાં આવી હતી. 2 વર્ષ બાદ વિદ્યાર્થીઓ કેમ્પસમાં પરીક્ષા આપવા આવ્યા હતા. સવારે 8 થી 10.30 દરમિયાન 11 બિલ્ડિંગ પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં કોમર્સ મેઇન, યુનિટ, સાયન્સ, પોલિટેક્નિક, ટેક્નોલોજી, પીજી બિલ્ડિંગ, બીબીએ, બીકોમ ઓનર્સ, ગર્લ્સ કોલેજ, લો ફેકલ્ટીનો સમાવેશ થાય છે.

ટીવાય બીકોમમાં અંદાજિત 7 હજાર જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. 2 વર્ષ પછી એન્ડ સેમેસ્ટરની પરીક્ષાઓ ઓફલાઇન પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષામાં 30 ટકા ઓબ્જેક્ટિવ અને 40% સબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાયા હતા. ઓફલાઇન પરીક્ષામાં વિદ્યાર્થીઓ દ્વારા માગ કરવામાં આવી હતી કે, સમગ્ર પેપર ઓબ્જેક્ટિવ પૂછવામાં આવે. જોકે સત્તાધીશોએ આ માગણી સ્વીકાર કરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...