મુદત:26 મીથી એમકોમ જનરલમાં ઓફલાઇન પ્રવેશ કાર્યવાહી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24મી સુધી ફોર્મ ભરી શકાશે
  • ​​​​​​​પીજી માટે પણ ઓફલાઇન કાર્યવાહી કરાશે એપ્લિકેશન

કોમર્સ ફેકલ્ટીના એમકોમ જનરલમાં ઓફલાઇન મોડથી 26 ઓકટોમ્બરથી પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે. પીજીના વિદ્યાર્થીઓ માટે પણ ઓફલાઇન કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીઓને એપ્લીકેશન ફોર્મ ભરવા માટે 19 ઓકટોબર થી 24 ઓકટોબર સુધી ભરી શકશે. 2019 માં ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા પછી 2020માં કોરોના મહામારી સમયે ઓનલાઇન પ્રવેશ કાર્યવાહી થઇ હતી. અઢી વર્ષ પછી ઓફલાઇન પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એમકોમ જનરલની 90 બેઠકો માટે 26 મી ઓકટોબરથી ઓફલાઇન પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે. ત્યાર પછી પીજી એકાઉન્ટ,મેનેજમેન્ટ,બેન્કીંગ,કો-ઓપરેટીવ મેનેજમેન્ટ,બીઝનેસ ઇકોનોમીકસની 300 બેઠકો માટે ઓફલાઇન પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...