કાર્યવાહી:વડોદરાની ખાણ-ખનીજ શાખાના અધિકારીઓ સાદી રેતીના બિનઅધિકૃત ખનન સમયે ત્રાટક્યા, 50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપીની તસવીર - Divya Bhaskar
આરોપીની તસવીર

વડોદરા જિલ્લા કલેકટર દ્વારા કલેકટર કચેરીની ખનીજ શાખાને ખનીજોના બિનઅધિકૃત ખનન અને વહન કરનારાઓને પકડી સરકારી તિજોરીને થતું નુકશાન અટકાવવાની સૂચના આપી છે. જેને અનુલક્ષીને સઘન નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન બીજી ઓકટોબરની મધ્ય રાત્રિએ ખનીજ શાખાની ટીમ ડેસર તાલુકાના ગુલાબપૂરા ગામે ત્રાટકી હતી. તે સ્થળે ટીમે સાદી રેતી ખનિજનું બિનઅધિકૃત ખનન અને વહન અટકાવવાની સાથે આ કામ માટે લાવવામાં આવેલો અંદાજે 50 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જિલ્લા ભૂસ્તશાસ્ત્રી નીરજ બારોટના જણાવ્યા મુજબ આ સ્થળે રેતી ભરેલી બે અને ખાલી 7 મળીને કુલ 9 ટ્રકો અને 1 લોડર મશીન મળી આવ્યા હતા. જે ડેસર પોલીસ મથકે રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે કસૂરવારોએ કેટલા ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કર્યું છે. તેનું આંકલન કરી કિંમતની વસૂલાત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...