તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં રોષ:નસવાડીમાં અધિકારીઓ સમયસર ન આવતા CCI સેન્ટરની બહાર કપાસ વેચવા આવેલા ખેડૂતોના વાહનોની 1 કિ.મી. લાંબી લાઈનો લાગી

વડોદરા4 મહિનો પહેલા
કપાસ ખરીદી કેન્દ્ર બહાર વાહનોની લાઈનો લાગી - Divya Bhaskar
કપાસ ખરીદી કેન્દ્ર બહાર વાહનોની લાઈનો લાગી
  • નસવાડી પોલીસે ખેડૂતોના વાહનો CCI સેન્ટરની અંદર લેવડાવ્યા હતા

નસવાડીમાં કપાસ ખરીદી કરનારા અધિકારીઓ સમયસર ન આવતા CCI સેન્ટરની બહાર ટ્રેક્ટરો સહિતના વાહનોની એક કિ.મી. લાંબી લાઈનો લાગી ગઈ હતી અને મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ વેચવા માટે ઉમટી પડ્યા હતા. અધિકારીઓ આવ્યા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અધિકારીઓ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં CCIના કપાસ ખરીદ સેન્ટર ખાતે આજે સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં કપાસ વેચવા ઉમટી પડ્યા હતા. CCI સેન્ટર સવારે 10 વાગ્યા બાદ પણ શરૂ ન થતાં ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જેથી નસવાડી પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને પોલીસે જાતે ખેડૂતોના કપાસ ભરેલા વાહનો CCI સેન્ટરની અંદર લેવડાવ્યા હતા.

અધિકારીઓ આવ્યા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો
અધિકારીઓ આવ્યા ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો

ખેડૂતોને કપાસના વાહનો લઈને બેસી રહેવાનો વારો આવ્યો
કપાસ ખરીદ કરનારા અધિકારીઓ જ સમયસર આવ્યા ન હોવાથી ખેડૂતોને કપાસના વાહનો લઈને બેસી રહેવાનો વારો આવ્યો હતો. નસવાડીના બજારમાં કપાસના સાધનોની એક કિ.મી. લાઈનો લાગતા પોલીસે કાર્યવાહી કરવી પડી હતી.

નસવાડી સ્થિત CCI સેન્ટર
નસવાડી સ્થિત CCI સેન્ટર
નસવાડી પોલીસે ખેડૂતોના વાહનો CCI સેન્ટરની અંદર લેવડાવ્યા હતા
નસવાડી પોલીસે ખેડૂતોના વાહનો CCI સેન્ટરની અંદર લેવડાવ્યા હતા
ખેડૂતો કપાસ વેચવા માટે ઉમટી પડ્યા
ખેડૂતો કપાસ વેચવા માટે ઉમટી પડ્યા

(અહેવાલ, ઈરફાન મેમણ, નસવાડી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો