• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Officials Including Vadodara Municipal Corporation's Head Office At Khandarao Market, Sussam, The Mayor Put The Vehicles At The Vehicle Bridge.

બોર્ડની મુદ્દત પૂર્ણ:વડોદરા મહાનગરપાલિકાની ખંડારાવ માર્કેટ સ્થિત મુખ્ય કચેરી સુમસામ, મેયર સહિતના પદાધિકારીઓએ વાહનો વ્હીકલ પુલ ખાતે મૂકી દેવાયા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંડારાવ માર્કેટ સ્થિત પાલિકની મુખ્ય કચેરી સુમસામ ભાસી રહી છે - Divya Bhaskar
ખંડારાવ માર્કેટ સ્થિત પાલિકની મુખ્ય કચેરી સુમસામ ભાસી રહી છે
  • કમિશનરોને માત્ર રૂટીન કામકાજ કરવા છૂટ અપાઈ છે અને નીતિ વિષયક નિર્ણયો લઈ શકાશે નહીં

વડોદરા શહેરમાં નગરસેવકોની ટર્મ પૂરી થતાં વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાવ માર્કેટ સુમસામ ભાસી રહી છે. અને અધિકારી અને પક્ષની કચરીઓ બહાર લાગેલી તખતીઓ પણ દૂર કરવામાં આવી હતી.

મેયર સહિતના પદાધિકારીઓનાં વાહનો વ્હીકલ પુલની કચેરી ખાતે મૂકી દેવાયા
કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકામાં મ્યુ. કમિશનર જ વહીવટદાર તરીકે રહે તેવી સ્થિતિ ઊભી થઈ છે અને તેના માટે આદેશ પણ બે દિવસ પૂર્વે જારી કરાયો હતો. નીતિ વિષયક બાબતો સિવાયની રૂટિન બાબતો પર વહીવટદાર નિર્ણય લઈ શકે તેવી જોગવાઈ રાખવામાં આવી છે. જે અન્વયે આજથી પાલિકામાં કમિશનર પી. સ્વરૂપ જે દરખાસ્ત સ્થાયી સમિતિ તરફ મોકલશે. તેને વહીવટદાર તરીકે તેઓ જ મંજૂરી આપશે. આ દરમિયાન મેયર સહિતના પદાધિકારીઓનાં વાહનો વ્હીકલ પુલની કચેરી ખાતે મૂકી દેવામાં આવ્યાં છે અને પાલિકાએ આપેલા મોબાઈલ પણ પરત લેવામાં આવ્યા છે, ત્યારે પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે નગરસેવકોની તેમજ મેયર અને પક્ષની કેબીનો બહાર લાગેલી નેમ પ્લેટો વાળી તખતીઓ દૂર કરવામાં આવી છે. આમ નગરસેવકોની ટર્મ પૂરી થતાં ધમધમતી પાલિકા કચેરી સુમસામ ભાસી રહી છે.

મ્યુ. કમિશનર પોતે જ કામ મોકલીને પોતે મંજૂર કરશે
વડોદરામાં આજથી પ્રથમવાર હાલના મ્યુનિસિપલ કમિશનર જ વહીવટીદાર તરીકે બેવડી ભૂમિકા ભજવશે. વડોદરાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ ચેરમેન અને નગરસેવકોનો કાર્યકાળ પૂર્ણ થયો છે. વડોદરા મહાનગરપાલિકામાં આજથી મ્યુનિસિપલ કમિશનર માત્ર રૂટીન કામગીરી જ કરશે. નીતિ વિષયક નિર્ણય લઈ શકશે નહીં. મહાનગરપાલિકામાં સામાન્ય રીતે વહીવટદાર તરીકે વર્તમાન IAS અધિકારી કમિશનર તરીકે ફરજ બજાવતા હોવાથી તેમનાથી ઉપરી હોદ્દાના IAS અધિકારીને મૂકાતા હોય છે, જેઓ જનરલ બોર્ડ અને સ્થાયી સમિતિની સત્તા ધરાવતા હોય છે પરંતુ હવે કમિશનરોને માત્ર રૂટીન કામકાજ કરવા છૂટ અપાઈ છે અને નીતિ વિષયક નિર્ણયો લઈ શકાશે નહીં. હાલ તો બે મહિના બાદ ચૂંટણી આવે અને માર્ચ મહિનામાં નવા શાસકો પદ ગ્રહણ કરે એવી શક્યતા છે.

ચૂંટાયેલા પદાધિકારીઓએ કાર, એસી ઓફિસો અને ફોન સહિતની સુવિધા પરત કરી
પદાધિકારીઓએ પ્રજાના ખર્ચે મળેલી કાર, એસી ઓફિસો, ફોન વગેરે તમામ સુવિધા પરત કરી દીધી છે અને પદાધિકારીઓ તેમના લેટરહેડ વાપરી શકશે નહીં. વડોદરા મહાનગરપાલિકાની ફેબ્રુઆારીમાં ચૂંટણી યોજાવાની શકયતા છે તે જોતા પાલિકાના કોર્પોરેટરોને લાખો રૂપિયાનું ચૂકવાતું માસિક માનદ વેતન ત્રણ માસ સુધી ચુકવવું પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...