તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Officials And Office Bearers Of The Municipality Went Round And Removed The Pressure From The Mangalbazar And Nyaya Mandir Area In Vadodara

પાલિકાની કાર્યવાહી:વડોદરામાં પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ફેરણી કરીને દબણો હટાવ્યા બાદ આજે ફરીથી દબાણો થઇ ગયા

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકા દ્વારા રસ્તા ઉપર અડચણરૂપ દબાણો અને લારી ગલ્લા પથારા સહિતના દબાણો દૂર કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે - Divya Bhaskar
મહાનગરપાલિકા દ્વારા રસ્તા ઉપર અડચણરૂપ દબાણો અને લારી ગલ્લા પથારા સહિતના દબાણો દૂર કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
  • ડેપ્યુટી મેયરની આગેવાનીમાં અધિકારીઓએ આજે શહેરના વોર્ડ નં-1 વિસ્તારમાં ફેરણી કરી હતી

વડોદરા મહાનગરપાલિકાના શાસકો દ્વારા શહેરીજનોના પ્રશ્નોના સ્થળ પર નિકાલ થાય અને લોકો સ્વચ્છતા જાળવે તેવા અભિગમ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરણી શરૂ કરવામાં આવી છે. આજે ડેપ્યુટી મેયરની આગેવાનીમાં વોર્ડ નં-1 વિસ્તારમાં મંગળબજાર તથા ન્યાય મંદિર વિસ્તારમાં ફેરણી કરી હતી. જોકે, વડોદરામાં પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ ફેરણી કરીને દબણો હટાવ્યા બાદ આજે ફરીથી દબાણો થઇ ગયા હતા.

ડેપ્યુટી મેયરે ન્યાય મંદિર મુખ્ય માર્ગ ઉપર નિરીક્ષણ કર્યું
વડોદરા મહાનગરપાલિકા દ્વારા રસ્તા ઉપર અડચણરૂપ દબાણો અને લારી ગલ્લા પથારા સહિતના દબાણો દૂર કરવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પગપાળા ફેરણી કરી વિસ્તારનું નિરીક્ષણ બાદ અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ડેપ્યુટી મેયર નંદાબેન જોશી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્ર પટેલે મંગળ બજાર અને ન્યાય મંદિર મુખ્ય માર્ગ ઉપર નિરીક્ષણ કર્યું હતું.

મંગળબજાર અને ન્યાય મંદિર વિસ્તારમાંથી દબાણો હટાવ્યા
મંગળબજાર અને ન્યાય મંદિર વિસ્તારમાંથી દબાણો હટાવ્યા

આડેધડ પાર્ક કરેલા વાહનો હટાવી લારી-પથારાના દબાણો દૂર કર્યાં
આજે કોર્પોરેશનની ટીમ ફેરણીમાં નીકળવાની છે, તેવી જાણ અગાઉથી મંગળબજાર અને ન્યાય મંદિર વિસ્તારના માર્ગો ઉપર લારીઓ, પથારાવાળાઓને થઇ જતાં લારીઓ અને પથારાવાળાઓને વોર્ડ ઓફિસના કર્મચારીઓ અને પોલીસે બેસવા દીધા ન હતા. તો કેટલાક લોકો પોતાની લારીઓ અને પથારા લઇને આસપાસની ગલીઓમાં છૂપાઇ ગયા હતા. જોકે, ફેરણી દરમિયાન રસ્તામાં આડેધડ પાર્ક કરેલા વાહનો હટાવી લારી પથારા સહિતના દબાણો દૂર કર્યાં હતા. તે સાથે ટીમ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

ટીમ ગયા બાદ ફરી લારી-પથારાવાળા પાછા આવી ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધુ રહેતું હોય છે. જેનું મુખ્ય કારણ વોર્ડ ઓફિસ અને પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ ઉભા રહેતા લારી અને પથારાવાળાઓ છે. પાલિકા દ્વારા અનેક વખત મંગળ બજાર અને ન્યાય મંદિર વિસ્તારના માર્ગો ખુલ્લો કરવા પ્રયાસો કર્યાં છે, પરંતુ, આજદિન સુધી સફળતા મળી નથી. સવારે ફેરણીમાં નીકળેલી ટીમ પસાર થયા ગયા બાદ કલાકો પછી પુનઃ લારીઓ અને પથારાવાળા પોતાની જગ્યાઓ ઉપર આવી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...