મેડલ આપ્યા વિના જ અિધકારીઓ લક્ષ્મીવિલાસ પેલેસમાં દોડી ગયા:અમિત શાહની પાછળ-પાછળ ડિનર માટે અધિકારીઓ પણ પહોંચી ગયા

વડોદરા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેડલ આપ્યા વિના જ અિધકારીઓ લક્ષ્મીવિલાસ પેલેસમાં દોડી ગયા
  • છેવટે ફેકલ્ટી ડીન દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા

માત્ર 25 ગોલ્ડ મેડાલિસ્ટોને 7 મીનીટમાં કેન્દ્રીય મંત્રીના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા બાદ કેન્દ્રીય મંત્રી અમીત શાહ લક્ષ્મી વિલાસ પેલેસમાં ડીનર માટે પહોંચતા જ તેમની પાછળ પાછળ ગૃહમંત્રી સાથે પેલેસમાં ડીનર લેવા ઉત્સુક વીસી,રજીસ્ટ્રાર અને સિન્ડિકેટ સભ્યો હરખ પડુદા બનીને ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓને મેડલ આપ્યા વગર સયાજીનગરગૃહમાંથી રવાના થઇ ગયા હતા.

જેથી બાકી વિદ્યાર્થીઓને ફેકલ્ટી ડીનો દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ ગોલ્ડ મેડાલીસ્ટ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. આવું પણ એમએસ યુનિવર્સિટીના ઇતિહાસમાં પહેલીવાર બન્યું હતું. શિક્ષણ મંત્રી ઋષીકેશ પટેલ, ચાન્સેલર,વીસી,રજીસ્ટ્રારે પણ વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ આપ્યા હતા. ત્યારબાદ બાકીના વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ કેન્દ્રીય ગૃહમંત્રીનું દિક્ષાંત પ્રવચન પૂરું થાય પછી આપવા માટે નક્કી કરાયું હતું. પણ ગૃહમંત્રી લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે ડિનર માટે નીકળી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...