પાણીજન્ય રોગચાળાનો વાવર ફેલાયો છે અને ડ્રેનેજ મિશ્રિત પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠતા મ્યુ. કમિશનરે પાણી, ડ્રેનેજ અને ઝોનના વડા અધિકારીઓને સુપરવિઝન કરવા રવિવારે ફીલ્ડમાં ઉતાર્યા હતા.શહેરના ઘણા ઠેકાણે પાણીની લાઈન ડ્રેનેજ સાથે મિશ્રિત થઈ રહી છે.
મ્યુ.કમિ.શાલિની અગ્રવાલે સોમવારથી પાણીના 100થી 150 સેમ્પલ લેવા ફરમાન કર્યું હતું. જ્યારે શનિવારે 30 સેમ્પલ ફેલ હોવાનું ખૂલ્યંુ હતું.મ્યુ.કમિશનરે પાણીની ફરિયાદવાળા વિસ્તારોમાં કામનું સુપરવિઝન કરવા રવિવારે પાણી પુરવઠાના ઇ.એડી.સિટી ઇજનેર અમૃત મકવાણા, ડ્રેનેજના વડા ધીરેન તળપદા અને ચારેય ઝોનના કાર્યપાલક ઇજેનરોને ફીલ્ડમાં ઉતાર્યા હતા. જ્યાં દૂષિત પાણીની ફરિયાદો છે ત્યાં પાણીની ટેન્કરો મોકલવાનું પણ શરૂ કરી દેવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.