તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભર:અધિકારીઓને ફોન ન લાગ્યો,અંતે કોર્પોરેટરે પાવડાથી પાણી ઉલેચ્યાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદમાં વૈકુંઠ સોસાયટીમાં ઘૂંટણભેર પાણી
  • કાંસની કેચપીટમાંથી કચરો કાઢી પાણીનો નિકાલ કરાયો

શહેરના પહેલા વરસાદમાં પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ હતી. વાઘોડિયા રોડની એક સોસાયટીમાં પાણી ઘૂંટણભેર ભરાયાં હતાં. અધિકારીઓને ફોન ન લાગતા આખરે ભાજપના કોર્પોરેટરે જાતે પાવડા લઈને પાણી ઉલેચ્યાં હતાં.

શહેરમાં ગુરુવારે દોઢ ઇંચ વરસાદમાં શહેર પાણી-પાણી થઈ ગયું હતું અને નીચાણવાળા વિસ્તારોમાં તો સાંજ સુધી પાણી ઉતર્યાં ન હતાં.વાઘોડિયા રોડ પરની વૈકુંઠ સોસાયટીમાં પાણી ભરાઈ જતાં રહીશોને હાલાકી ભોગવવી પડી હતી. રહીશોએ વૉર્ડ 15ના કોર્પોરેટર રણછોડ રાઠવાને ફોન કરીને પાણી ભરાયાની જાણ કરી હતી. જેથી રણછોડ રાઠવા વૈકુંઠ સોસાયટી પર પહોંચી ગયા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કરીને પાલિકાના 2 અધિકારીઓને ફોન કર્યા હતા,

પરંતુ બંનેના ફોન સ્વિચ ઓફ આવ્યા હતા. જેથી રણછોડ રાઠવા અને સ્થાનિક રહીશ મહેન્દ્રભાઈએ જાતે જ પાવડા લઈને વરસાદી કાંસની કેચપીટમાંથી કચરો કાઢવા નીક બનાવીને પાણીનો નિકાલ કરવાની કામગીરી કરી હતી. કોર્પોરેટર રણછોડ રાઠવાએ જણાવ્યું હતું કે, હું સોસાયટીમાં ગયો હતો ત્યારે જેસીબી ન હતું અને અધિકારીના ફોન પણ બંધ હતા. હું જાતે ખેડૂત છું એટલે પાવડો લઈને માટી દૂર કરવી, કચરો કાઢવા અને પાણીના નિકાલ કરવાની જાતે જ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...