તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Vadodara
 • Officers And Employees Of City Police And Home Guard, Railway Police Cast Their Votes By Postal Ballot Before The Vadodara Municipal Corporation Elections.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસકર્મીઓનું મતદાન:વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા શહેર પોલીસ અને હોમગાર્ડ, રેલવે પોલીસના અધિકારીઓ-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

વડોદરા10 દિવસ પહેલા
વડોદરા શહેર પોલીસ અને હોમગાર્ડ, રેલવે પોલીસના અધિકારીઓ-કર્મચારીઓએ મતદાન કર્યું હતું
 • આજે સાંજ સુધીમાં 3 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન કરશે

21 ફેબ્રુઆરીએ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે આજે પોલીસ, હોમગાર્ડ, રેલવે પોલીસ વિગેરે વિભાગનું આજે સવારથી બરોડા હાઇસ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન શરૂ થયું છે. જેમાં 3 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન કરશે.

3 હજારથી વધુ કર્મચારીઓને પોસ્ટલ બેલેટ ઈશ્યુ કરાયા
રાજ્યમાં 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે આજે વડોદરા શહેર તેમજ જિલ્લા અને રેલવે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓનું મતદાન એક જ સ્થળે રાખવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને હજી ત્રણ દિવસનો સમય બાકી છે, ત્યારે આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું હતું. વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડ માટે બગીખાના વિસ્તારમાં આવેલી બરોડા હાઇસ્કૂલમાં મતદાન થઇ રહ્યું છે. આ મતદાન પૂર્વે 3 હજારથી વધુ સરકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા.

આજે સાંજ સુધીમાં 3 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન કરશે
આજે સાંજ સુધીમાં 3 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ મતદાન કરશે

સરકારી વિભાગોના અને મહાનગરપાલિકાના કર્મચારીઓનું આવતીકાલે મતદાન કરશે
21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીમાં પોલીસ કર્મચારીઓ ફરજ પર છે, તેઓ આજે યોજાઇ રહેલા મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. પોલીસ, હોમગાર્ડસ રેલવે પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું જ્યારે સરકારી વિભાગોના અને મહાનગરપાલિકાના કર્મચારીઓ આવતીકાલે મતદાન કરશે.

બગીખાના વિસ્તારમાં આવેલી બરોડા હાઇસ્કૂલમાં મતદાન થઇ રહ્યું છે
બગીખાના વિસ્તારમાં આવેલી બરોડા હાઇસ્કૂલમાં મતદાન થઇ રહ્યું છે
સરકારી વિભાગોના અને મહાનગરપાલિકાના કર્મચારીઓ આવતીકાલે મતદાન કરશે
સરકારી વિભાગોના અને મહાનગરપાલિકાના કર્મચારીઓ આવતીકાલે મતદાન કરશે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો