તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મત માટે મેળાવડા:CMની અપીલની ઐસી તૈસી, સંપર્કમાં આવેલા 50થી વધુ પૈકી માત્ર 13 લોકોએ જ ટેસ્ટ કરાવ્યા

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
રવિવારે સભામાં વોર્ડ 19ના ઉમેદવાર અલ્પેશ લીંબાચિયા સહિતના ઉમેદવારોએ CMને મોમેન્ટો આપ્યો હતો. - Divya Bhaskar
રવિવારે સભામાં વોર્ડ 19ના ઉમેદવાર અલ્પેશ લીંબાચિયા સહિતના ઉમેદવારોએ CMને મોમેન્ટો આપ્યો હતો.
 • પ્રચાર ચાલુ જ રહેશે, કોઇ કાર્યકરને લક્ષણ જણાશે તો તે ટેસ્ટ કરાવશે : ડૉ. વિજય શાહ
 • મંત્રી યોગેશ પટેલ, 8 ઉમેદવારોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
 • સાંસદ અને 2 પૂર્વ મેયર 24 કલાક ક્વોરન્ટાઇન રહેશે

શહેરમાં 3 સભા સંબોધનાર મુખ્યમંત્રી નિઝામપુરાની સભામાં અોચિંતા ઢળી પડયા બાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સંપર્કમાં અાવેલા તમામને રિપોર્ટ કરાવી લેવા સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી છે. જો કે વડોદરામાં સંપર્કમાં અાવેલા 50થી વધુ લોકો પૈકી મંત્રી, સાંસદ, અકોટાના ધારાસભ્ય અને બે પૂર્વ મેયર, 8 ઉમેદવારો મળી કુલ 13 જેટલા જ લોકોઅે ટેસ્ટ કરાવ્યો છે. અકોટાના મહિલા ધારાસભ્ય, ઉમેદવારોના અને મંત્રીના રિપોર્ટ નેગેટિવ અાવ્યા છે. જયારે સાંસદ અને 2 પૂર્વ મેયર 24 કલાક માટે સેલ્ફ કવોરન્ટાઇન થઇ ગયા છે. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે પ્રચાર ચાલુ રહેશે. જો કોઇ અગ્રણી કે કાર્યકરને લક્ષણો જણાશે તો તે ટેસ્ટ કરાવશે.

સોમવારે ટેસ્ટ કરાવ્યા વિના વોર્ડ 19ના ભાજપી ઉમેદવાર ઘનશ્યામ પટેલ, અલ્પેશ લીંબચિયા, હેમલતા તડવીએ ફેરણી કરી હતી.
સોમવારે ટેસ્ટ કરાવ્યા વિના વોર્ડ 19ના ભાજપી ઉમેદવાર ઘનશ્યામ પટેલ, અલ્પેશ લીંબચિયા, હેમલતા તડવીએ ફેરણી કરી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે શહેરમાં ત્રણ પૈકીની છેલ્લી સભા નિઝામપુરામાં 8.15 વાગ્યે સંબોધી હતી. જેમાં ચાલુ સંબોધને 8.45 વાગ્યે ચક્કર આવતા ઢળી પડયા હતા ત્યારબાદ મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં જાહેર સભા દરમિયામ તેમના સંપર્કમાં આવેલા ભાજપના 50થી વધુ અગ્રણીઓમાં હડકંપ મચી ગયો છે. મુખ્યમંત્રીઅે તમામને રિપોર્ટ કરાવે લેવાની તાકીદ કર્યા બાદ સાસંદ રંજનબેન ભટ્ટ, મંત્રી યોગેશ પટેલ,ધારાસભ્ય સીમા મોહિલે , પૂર્વ મેયર ડો.જીગીશાબેન શેઠ, ભરત ડાંગર અને 8 ઉમેદવારોઅે જ ટેસ્ટ કરાવ્યો હતો. જયારે જીતેન્દ્ર સુખડિયા, ભરત ડાંગર, સત્યન કુલાબકરમાં એન્ટી બોડી વિકસેલા છે. જયારે શહેર પ્રમુખ ડો.વિજય શાહ અને ઉમેદવાર ડો.શીતલ મિસ્ત્રી વેકસીન લીધેલી છે. શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે પ્રચાર તો ચાલુ જ રહશે. જો કોઇ ને લક્ષણો જણાશે તો તે ટેસ્ટ કરાવશે. અમે કોઇને ટેસ્ટ કરાવવાની સૂચના આપી નથી. શહેર કોંગ્રેસ પ્રમુખેે ચૂંટણી પંચને પત્ર લખીને તમામના ટેસ્ટ કરાવીને કવોરન્ટાઇન કરવાની માંગણી કરી છે.

ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા અગ્રણીઓ

 • યોગેશ પટેલ (રાજ્યકક્ષાના મંત્રી)
 • રંજનબેન ભટ્ટ (સાંસદ)
 • મનીષા વકીલ (ધારાસભ્ય)
 • જીતેન્દ્ર સુખડિયા (ધારાસભ્ય)
 • સીમા મોહીલે (ધારાસભ્ય)
 • ડો.વિજય શાહ (પ્રમુખ)
 • સુનીલ સોલંકી (મહામંત્રી)
 • ભાર્ગવ ભટ્ટ (પ્રદેશ મહામંત્રી)
 • ડો.જીગીશા શેઠ (પૂર્વ મેયર)
 • ભરત ડાંગર (પૂર્વ મેયર)
 • શબ્દશરણ બહ્રભટ્ટ (પૂર્વ મહામંત્રી)
 • વોર્ડ નંબર 16,17,18,19,3 ના 20 જેટલા ઉમેદવારો
 • વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ

CMનું મંચ પર સન્માન કરનાર 5 વોર્ડના ઉમેદવારો ફેરણી કરીને 15 હજાર લોકોના સંપર્કમાં આવ્યા
રવિવારે મુખ્યમંત્રીએ 3 સભા કરી હતી. જેમાં તરસાલી ખાતે વોર્ડ 16 ના પ્રિયાબેન ગવાંડે, સ્નેહલ પટેલ, ઘનશ્યામ સોલંકી, નરેશ રબારી, વોર્ડ નં 17 ના સંગીતા પટેલ, પ્રિતી ભટ્ટ, નિલેશ રાઠોડ, શૈલેષ પાટીલ તેમજ વોર્ડ 18 ના આરતીબેન જયસ્વાલ ,સુરૂતા પ્રધાન, કલ્પેશ પટેલ,કેતન પટેલ,વોર્ડ નં. 19 ના હેમલતા તડવી,પુનિતા વ્યાસ,ઘનશ્યામ પટેલ, અલ્પેશ લીંબાચીયા, વોર્ડ નં 3 ના પરાક્રમસિંહ જાડેજા, ડો.રાજેશ શાહ, રૂપલ મહેતા, છાયાબેન ખરાદી સ્ટેજ પર ઉપસ્થિત હતા. આ તમામ ઉમેદવારો સોમવારે પોતાના વિસ્તારમાં ફેરણી કરતા 15 હજારથી વધુ લોકોના સંપર્કમાં આવ્યા હતા. જોકે વોર્ડ નં. 3 અને 18ના 8 ઉમેદવારોએ ટેસ્ટ કરાવતા નેગેટિવ આવ્યા હતા.

 • rtpcr ટેસ્ટ કરાવ્યો છે. કાલે રિપોર્ટ આવશે. 24 કલાક માટે સેલ્ફ કવોરન્ટાઇન છું. - રંજનબેન ભટ્ટ, સાંસદ
 • મારો અને ડ્રાઈવરનો ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટ આવશે પછી ચૂંટણીના પ્રચારમાં જોડાઈશ. - ડૉ. જીગીશા શેઠ, પૂર્વ મેયર
 • મને લક્ષણો લાગતા નથી, જણાશે તો ટેસ્ટ કરાવીશ છતાં 24 કલાક માટે ક્વોરન્ટાઈન થઇ છું. - મનીષા વકીલ, ધારાસભ્ય
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો