મોપેડની ચોરી:વડોદરામાં મંદિરના પુજારીએ એક્ટિવા ખરીદ્યાના 22 દિવસમાં જ ચોરાઇ ગયું, રજિસ્ટ્રેશન નંબર પણ ન્હોતો આવ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એક્ટિવાનો નંબર પણ ન્હોતો આવ્યો તે પહેલાં જ ચોરી થઈ ગઈ. - Divya Bhaskar
એક્ટિવાનો નંબર પણ ન્હોતો આવ્યો તે પહેલાં જ ચોરી થઈ ગઈ.
  • એક્ટિવા ચોરી થયા બાદ RTOમાંથી નંબરનો મેસેજ આવ્યો

શહેરના કલાલી વિસ્તારમાં રહેતા અને ગાયત્રી મંદિરમાં પૂજા-પાઠ કરતા પુજારીનું એક્ટિવા ખરીદ્યાના એક મહિનાથી પણ ઓછા સમયમાં અજાણ્યો શખસ ચોરી જતાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર કલાલી વિસ્તારમાં સંતોષનગર વુડાના મકાનમાં રહેતા અને ત્યાં આવેલા ગાયત્રી મંદિરમાં પૂજાપાઠ કરતા દીપકગીરી નાગેન્દ્ર ગીરી ગૌસ્વામીએ ગત 2 નવેમ્બરના રોજ નવું હોન્ડા એક્ટિવા ખરીદ્યું હતું. દરમિયાન 24 નવેમ્બરની રાત્રે તેમણે ઘરના બ્લોકની બહાર રાત્રે 11 વાગ્યા આસપાસ પાર્ક કર્યું હતું. જોકે બીજા દિવસે સવારે પૂજાપાઠ કરવા જવાનું હોવાથી તેઓ સવારે 6 વાગ્યે જોયું તો એક્ટિવા ગુમ હતું.

એક્ટિવા ડાઉન પેમેન્ટ ભરીને લીધું હતું
ખરીદ્યાના માત્ર 22 દિવસમાં ચોરાઇ ગયેલા એક્ટિવાનો રજીસ્ટ્રેશન નંબર કે આર.સી.બુક પણ આવ્યા ન હતાં. ચોરી થયાના કેટલાક દિવસ બાદ RTOમાંથી મેસેજ આવ્યો હતો કે એક્ટિવાનો નંબર GJ-06-NJ-6330 છે. જે બાદ હવે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નંબરના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દીપકગીરી નાગેન્દ્ર ગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, નવું એક્ટિવા 35 હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને લીધું હતું અને બાકીની રકમના હપ્તા કરવામાં આવ્યા હતા.

કારેલીબાગમાં બે ટુવ્હિલર ચારાયા
વડોદારમાં જાણે ટુ-વ્હિલર ચોર સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યું છે. નોંધનીય છે કે કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી પાસે અને આનંદનગરમાંથી એક-એક ટુ-વ્હિલર ચોરાયાની ફરિયાદ ગઇકાલે કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધવામાં આવી હતી.