ધર્માંતરણ અને હવાલાકાંડ:વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનું FCRA રજિસ્ટ્રેશન રદ, હવેથી વિદેશમાંથી ભંડોળ નહીં મેળવી શકે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધી ટ્રાન્સફર વોરેન્ટના આધારે સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ધરપકડ કરવામાં આવી હતી. - Divya Bhaskar
વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધી ટ્રાન્સફર વોરેન્ટના આધારે સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ધરપકડ કરવામાં આવી હતી.
  • એક બાદ એક ગેરકાયદેસર ગતિવિધિઓ સામે આવતા આખરે ગૃહ મંત્રાલય દ્વારા નિર્ણય
  • આફમી ચેરિટેબલ ટ્રસ્ટના રજિસ્ટ્રેશન રદ બાબતે સત્તાવાળાઓ દ્વારા કોઇ સમર્થન મળ્યું નહીં

બહુચર્ચીત ધર્માંતરણ અને હવાલાકાંડમાં વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનું ગૃહ મંત્રાલય દ્વારા FCRA રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે સત્તાવાળાઓ પાસેથી કોઇ સમર્થન મળ્યું ન હતું. FCRA રજિસ્ટ્રેશન રદ થવાના કારણે હવેથી વિદેશમાંથી ભંડોળ નહીં મેળવી શકે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણનો મામલો સામે આવતા તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો. જેમાં આફમી ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની સીધી સંડોવણી હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસે અગાઉ દિલ્હી ખાતેથી ઉમર ગૌતમની ધરપકડ કરી હતી. આમ સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ધર્માંતરણ મુદ્દે ધરપકડ કરવામાં આવી હતી.

કરોડો રૂપિયાનું વિદેશી ફંડિંગ કરાતુ હોવાની વિગતો સામે આવી હતી
પોલીસ તપાસ દરમિયાન આફમી ચેરિટેબલ ટ્રસ્ટમાં FCRA થકી કરોડો રૂપિયાનું વિદેશી ફંડિંગ કરાતું હોવાની વિગતો પણ સપાટી પર આવી હતી. જેથી આ મામલો વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો નોંધી ટ્રાન્સફર વોરેન્ટના આધારે સલાઉદ્દીન શેખ અને ઉમર ગૌતમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તાજેતરમાં જ મોહમ્મદ હુસૈન ગુલામ રસૂલ મન્સૂરી, સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને મોહમ્મદ ઉમર ધનરાજસિંહ ગૌતમ વિરૂદ્ધ કોર્ટમાં 1860 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.

ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણનો મામલો સામે આવતા તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો.
ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણનો મામલો સામે આવતા તપાસનો રેલો વડોદરા પહોંચ્યો હતો.

તપાસમાં સલાઉદ્દીન અને ઉમર ગૌતમની સંડોવણી બહાર આવી હતી
તેમજ થોડા દિવસો પહેલા ભરૂચ ખાતે ધર્માંતરણનો મુદ્દો સામે આવ્યો હતો. જે અંગેની તપાસમાં સલાઉદ્દીન અને ઉમર ગૌતમની સંડોવણી બહાર આવી હતી. જેથી આ બન્ને સામે ભરૂચ પોલીસે પણ ગુનો નોંધ્યો હતો. આમ એક બાદ એક ગેરકાયદેસર ગતિવિધિઓ સામે આવતા આખરે ગૃહ મંત્રાલય દ્વારા વડોદરાના આફમી ચેરિટેબલ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ વાતને સત્તાવાળાઓ તરફથી કોઇ સમર્થન મળ્યું નથી.