કોરોના વડોદરા LIVE:વડોદરામાં કોરોના વિસ્ફોટ, નવા 136 કેસ નોંધાયા, ગ્રામ્યમાં સૌથી વધુ 58 કેસ, એક્ટિવ કેસ 600ને પાર

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હાલમાં વડોદરા શહેરમાં 544 લોકો ક્વોરન્ટીન છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં નવા 136 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,36,813 પર પહોંચી ગઇ છે. વધુ 104 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,35,449 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 31 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 607 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 31 દર્દી દાખલ છે. જે પૈકી 3 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 544 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, ફતેહપુરા, હરણી, ગાજરાવાડી, ગોરવા, ગોત્રી, જતેલપુર, કપુરાઇ, માંજલપુર, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, સમા, સવાદ, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, તરસાલી, ઉંડેરા, ગોરજ, કેલનપુર, પલાસવાડા, મોહમદપુર, કુંઢેલા, કારવણ, હેતમપુરા, વરસાડા, વેજપુર, રણવજતનગર, ભાદરવા, જેપુરા, મોકસી, ઘોડા, રુસ્તમપુરા, ગુગલપુરા, નાહરા, ખેરવડી, નુરપુરી, ભાણપુરા, અજબપુરા, રાણીપુરા, સાવલી, સંઢાસાલ, આટી, પાદરા, ધનોરા, દામપુરા, ગોહિલપુરા, દશરથ, સોખડા, વમરસાપુરા અને રણોલીમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 14, પશ્ચિમ ઝોનમાં 29, ઉત્તર ઝોનમાં 20 અને દક્ષિણ ઝોનમાં 15 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 58 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...