કોરોના વડોદરા LIVE:નવા 61 કેસ, એક્ટિવ કેસનો આંક 334 પર પહોંચ્યો, હોસ્પિટલમાં દાખલ 14 દર્દી પૈકી એક ઓક્સિજન પર

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • કોરોનાના કેસની કુલ સંખ્યા 1,35,471 પર પહોંચી ગઇ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં નવા 61 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,35,471 પર પહોંચી ગઇ છે. વધુ 36 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,34,380 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 14 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 334 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 14 દર્દી દાખલ છે. જે પૈકી 1 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 244 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, દિવાળીપુરા, ગોરવા, ગોત્રી, જેતલપુર, મકરપુરા, માંજલપુર, નવાપુરા, નવાયાર્ડ, રામદેવનગર, સમા, સુભાનપુરા, સુદામાપુરી, તાંદલજા, તરસાલી,મોતીપુરા, સોખડા, લીમડા, રણોલી, પાદરા, હાદોંદ, પોર​​​​​​​માં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 6, પશ્ચિમ ઝોનમાં 31, ઉત્તર ઝોનમાં 7 અને દક્ષિણ ઝોનમાં 8 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 9 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...