ગિલોલ ગેંગનો પર્દાફાશ:વડોદરામાં કારના કાચ તોડીને ચોરી કરતી ગિલોલ ગેંગની ત્રિપૂટી ઝડપાઈ, સાડીઓની ફેરીના ધંધામાં આવક ન થતાં ચોરીઓના રવાડે ચડ્યા

વડોદરા9 મહિનો પહેલા
ગિલોલ ગેંગ ઝડપાઇ જતા વડોદરા શહેરમાં કારમાંથી થતી ચોરીઓના 4 ગુનાનો ભેદ ઉકેલાયો છે
  • પોલીસે પોકેટકોપ એપ્લિકેશન, CCTV અને મોબાઇલ સર્વેલન્સના આધારે ગિલોલ ગેંગને ઝડપી પાડી
  • મૂળ તમિલનાડુ અને મહારાષ્ટ્રના ગિલોલ ગેંગના સાગરીતો છેલ્લા 5–6 વર્ષથી ગુજરાતમાં સાડીઓની ફેરી કરતા હતા
  • ગિલોલ ગેંગ ઝડપાઇ જતા વડોદરા શહેરમાં કારમાંથી થતી ચોરીઓના 4 ગુનાનો ભેદ ઉકેલાયો
  • શહેરના વિવિધ વિસ્તારોમાં સાડીઓની ફેરી કરતી વેળા રેકી કરીને ચોરીને અંજામ આપતા હતા
  • ગત 18મીએ સનફાર્મા રોડ પર કારમાંથી ચોરી કરી હતી
  • લેપટોપ, દાગીના, રોકડ સહિત 1.34 લાખની મતા કબજે

શહેરના વિવિધ વિસ્તારોમાં સાડીની ફેરી કરતી વખેત રેકી કરી કારના કાચ ગિલોલ વડે તોડી ચોરી કરતી ગિલોલ ગેંગના 3 નામચીન ચોરને જેપી પોલીસે ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી લેપટોપ, દાગીના, રોકડ સહિત 1.34 લાખની મતા કબજે કરાઈ હતી. સૂત્રોએ જણાવ્યું કે, 18 ફેબ્રુઆરીએ વેપારી સનફાર્મા રોડ પર પોતાની દુકાનમાં ગયા હતા, જ્યાં કારમાંથી સામાન ઉતારી દીધો હતો, પણ રોકડ અને ચેકબુક સાથેનું પર્સ કારમાં ભૂલી ગયા હતા.

થોડીવાર બાદ તેમણે કારમાં તપાસ કરતાં પર્સ મળ્યું નહોતું. જેથી જેપી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે જેપી પીઆઇ જે.પી. ગોસાંઇ તથા પીએસઆઇ એસ.એસ.જસાણીની ટીમે સીસીટીવી ફૂટેજ અને પોકેટકોપ એપ્લિકેશનના આધારે તપાસ કરી ગિલોલ ગેંગના 3 સાગરીતો રામુ વેંક્ટેશન તૈલી (રહે. બાજવા, મૂળ તામિલનાડુ), અજય સારવાન ટુટીનાયકા (રહે. બાજવા, મૂળ તામિલનાડુ) અને કિશોર બાબુભાઇ નાયડુ (રહે. બાજવા, મૂળ નંદુરબાર, મહારાષ્ટ્ર)ને ઝડપી લીધા હતા. પોલીસે 6 મોબાઇલ, 1 સોનાની ચેઇન, 1 ચાંદીની વીંટી, રોકડ 26,550, મોપેડ, ગિલોલ, 7 ખાલી પર્સ અને લોખંડના છરા મળી કુલ 1.34 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી હતી.

કયા આરોપીની શું ભૂમિકા ?
અજય સારવન ટુટીનાયકા -
કાર પાસે જઇને ગિલોલ વડે કારનો કાચ તોડતો હતો અને સિફતપૂર્વક સામાન ભરેલી બેગની ચોરી કરી બ્લેડ પડે બેગ ચીરી નાખી સામાનની ચોરી કરતો હતો.
રામુ વેંકટેશ તૈલી - સાડીઓની ફેરી કરતી વખતે કારની આસપાસ જઇને રેકી કરતો અને કીમતી સામાન જોવા મળે તો અજયને બોલાવતો. કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો.
કિશોર બાબુ વાકીપાડા - રામુની સાથે સાડીઓની ફેરી કરતો અને રેકી મુજબની કાર નક્કી કરી અજયને બતાવી દેતો. ત્યારબાદ અજય ચોરીને અંજામ આપતો. કારનો દરવાજો ખોલીને પણ ચોરી કરતો.

સનફાર્મા રોડ પર કારમાંથી ચોરી થતાં ફરિયાદ થઈ હતી
18 ફેબ્રુઆરીએ વડોદરાના સનફાર્મા રોડ પર આવેલી દુકાનના માલિક પોતાની ઇકો કારમાંથી માલ સમાન ઉતારી ઇકો કારમાં લોક માર્યા વગર જ રોકડ રૂપિયા અને ચેકબુક સાથેનું પર્સ ભૂલી ગયા હતા. થોડીવાર બાદ તેમણે ઇકો કારમાં જઇને રોકડ રકમ અને ચેકબુક સાથેના પર્સની તપાસ કરતા મળી આવ્યું ન હતું. જેથી તેઓએ બનાવ અંગે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પોલીસે ગૃહ વિભાગની પોકેટકોપ એપ્લિકેશન અને CCTVની તપાસ શરૂ કરી
પોલીસે ગૃહ વિભાગની પોકેટકોપ એપ્લિકેશન, ઘટના સ્થળ અને અન્ય વિસ્તારના CCTVની ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી. સાથે પોલીસે મોબાઈલ સર્વેલન્સ અને અંગત બાતમીદારોથી પણ માહિતી એકત્રિત કરી કારના કાચ અને મોપેડની ડિક્કી તોડીને રોકડ સહિત મુદ્દામાલની ચોરી કરતી ગિલોલ ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. જેપી રોડ પોલીસે રામુ વેંક્ટેશન તૈલી(રહે, બાજવા, મૂળ, તિરૂવનંતપુરમ, તામિલનાડુ) સંજય સારવાન ટુટીનાયકા(રહે, બાજવા, મૂળ-તિરૂવનંતપુરમ, તામિલનાડુ) અને કિશોર બાબુભાઇ નાયડુ(રહે, બાજવા, મૂળ-નંદુબાર, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા અને 6 મોબાઇલ, એક સોનાની ચેઇન, એક ચાંદીની વીંટી, રોકડ રૂ. 25,550, મોપેડ, ગિલોલ અને લોખંડના છરા મળીને કુલ 1.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલસે મોબાઇલ, સોનાની ચેઇન સહિતનો 1.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલસે મોબાઇલ, સોનાની ચેઇન સહિતનો 1.34 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

સાડીઓની ફેરીના ધંધામાં પૂરતી આવક ન થતાં ચોરીઓ શરૂ કરી
જેપી રોડ પોલીસે અન્ય કઇ કઇ જગ્યાએ ચોરી કરેલી છે. તે અંગે ગિલોલ ગેંગના 3 સાગરીતોની પૂછપરછ કરી હતી. જેમાં ગિલોલ ગેંગના ત્રણેય સાગરીતો ગુજરાતમાં છેલ્લા 5-6 વર્ષથી આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. તેઓ ગુજરાતના અલગ-અલગ જિલ્લોઓમાં સાડીઓની ફેરીઓ કરીને ગુજરાન ચલાવતા હતા, પરંતુ, ધંધામાં પૂરતી આવક ન થતાં ચોરી કરવાનું શરૂ કર્યું હતું. પૂછપરછ દરમિયાન ગિલોલ ગેંગના સાગરીતોએ વડોદરામાં કરેલી 4 ચોરીના ગુનાઓની કબૂલાત કરી હતી.

ગિલોલ ગેંગના સાગરીતોએ આ ગુનાઓ કબૂલ્યા
-18 ફેબ્રુઆરી 2021ના રોજ જેપી રોડ પોલીસ મથક વિસ્તારમાં પાર્ક કરેલી ઇકો કારમાંથી રોકડ રકમની ચોરી
-માંજલપુરના સરસ્વતી ચાર રસ્તા પાસે આવેલ IOCL પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલ કારમાંથી રોકડ રૂ. 1.57 લાખ અને 1 લેપટોપની ચોરી
-મંજલપુરના ઇવા મોલ પાસે પાર્ક કરેલી કારમાંથી 50 હજાર રૂપિયાનું લેપટોપ અને અન્ય દસ્તાવેજોની ચોરી
-મકરપુરાની આંગન રેસિડેન્સી પાસેથી દૂધના ટેમ્પોમાંથી પાકિટમાંથી રોકડ 40 હજાર રૂપિયાની ચોરી

ગિલોલ ગેંગ પાસેથી મળેલો મુદ્દામાલ
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ 26,550 રૂપિયા, રૂ,5000ની કિંમતનો વીવો કંપનીનો મોબાઇલ 500 રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ, 5 હજારની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ, 2 હજારની કિંમતનો રેડમી કંપનીનો મોબાઇલ, 500 રૂપિયાની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ, 500 રૂપિયાની કિંમતનો માઇક્રોમેક્સ કંપનીનો મોબાઇલ, 50 હજારની સોનાની ચેઇન 4 હજારની કિંમતની ચાંદીની વીંટી, 40 હજારની કિંમતનું એક્ટિવા, 7 પર્સ, ગિલોલ, લોખંડના છરા જપ્ત કર્યાં હતા.

મૂળ તમિલનાડુ અને મહારાષ્ટ્રના ગિલોલ ગેંગના સાગરીતો છેલ્લા 5–6 વર્ષથી ગુજરાતમાં સાડીઓની ફેરી કરતા હતા
મૂળ તમિલનાડુ અને મહારાષ્ટ્રના ગિલોલ ગેંગના સાગરીતો છેલ્લા 5–6 વર્ષથી ગુજરાતમાં સાડીઓની ફેરી કરતા હતા

ગિલોલ ગેંગનો ગુનાહિત ઇતિહાસ
રામુ વેંક્ટેશન તૈલી
-વર્ષ-2015માં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી
-વર્ષ-2014માં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી
-વર્ષ-2014માં ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી
-વર્ષ-2014માં કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી
-વર્ષ-2014માં કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી
-વર્ષ-2014માં સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી
-વર્ષ-2013માં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી

કિશોર બાબુભાઇ નાયડુ
-વર્ષ 2017માં સુરત ગ્રામ્ય કડોદરા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનો