વડોદરામાં નશાનો કારોબાર:ભાઇ-બહેન સહિતની 4 જણની ટોળકીએ 30થી વધુ યુવકોને નશાના રવાડે ચઢાવ્યા, ચરસ-ગાંજાનો સપ્લાયર ઝડપાયો

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્ય સપ્લાયર દિલિપ કાકાની ધરપકડ. - Divya Bhaskar
મુખ્ય સપ્લાયર દિલિપ કાકાની ધરપકડ.
  • ઓપી રોડ પરથી પકડાયેલી ટોળકી હાઇપ્રોફાઇલ અને હાઇલી એજ્યુકેટેડ યુવકોને નિશાન બનાવતી હતી

શહેરમાં ઓપી રોડ પર આવિષ્કાર કોમ્પલેક્ષ પાસેથી પીસીબીએ ચરસ અને ગાંજાનું વેચાણ કરી રહેલા બે સગા ભાઇ બહેન સહિત 4ને ઝડપી પાડ્યા હતા. આ ટોળકીના સંપર્કમાં હાઈપ્રોફાઈલ અને વેલ એજયુકેટેડ 30 જેટલા યુવાનો નશીલા પદાર્થ મેળવતા હોવાનું સપાટી પર આવ્યું છે. ચરસ ગાંજાનો જથ્થો તે અને તેના સાવકા પિતા અબ્દુલ્લા પટેલની સાથે જઇને ચકલાસીના દિલીપ કાકા નામના શખ્સ પાસેથી ખરીદી લાવતા હતા. જેને વોન્ટેડ જાહેર કરાયો હતો. આજે પોલીસે તેની ધડપી પાડ્યો હતો.

562.18 ગ્રામ ગાંજો અને 10.25 ગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો
ઓ.પી રોડ પર આવેલા આવિષ્કાર કોમ્પલેક્ષના સેમી બેઝમેન્ટ પાર્કીંગમાં દારોડો પાડી પીસીબીની ટીમે ગાંજા અને ચરસના જથ્થા સાથે 2 યુવક અને 2 યુવતીને ઝડપી લીધા હતા. પોલીસે પકડેલા શાકીબ મુન્શી, તેની બહેન મુહસીના મુનશી ચરસ અને ગાંજાનો જથ્થો પોતાની પાસે રાખી વેચાણ કરે છે. ચરસ ગાંજાનો જથ્થો તે અને તેના સાવકા પિતા અબ્દુલ્લા પટેલની સાથે જઇને ચકલાસીના દિલીપ કાકા નામના શખ્સ પાસેથી ખરીદી લાવે છે. બંનેની પૂછપરછના આધારે પોલીસે તેમની સાથે મીત ઠક્કર અને નુપુર સહગલને પણ ઝડપી પાડયા હતા અને 562.18 ગ્રામ ગાંજો અને 10.25 ગ્રામ જથ્થો જપ્ત કર્યો હતો.

છેલ્લા 2 વર્ષથી તેઓ નશીલા પદાર્થો વેચે છે
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે શાકીબ મુન્શી અને તેની બહેન છેલ્લા 2 વર્ષથી તેઓ નશીલા પદાર્થો વેચે છે. બંને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હોવાથી તેઓ શૈક્ષણિક સંસ્થાઓ નજીક આવેલા ગલ્લાઓ અને બિઝનેશ હબ પર આવતા યુવકોને ટાર્ગેટ કરતા હતા. તેમના સંપર્કમાં 30 જેટલા હાઇપ્રોફાઇલ અને હાઈલી એજ્યુકેટેડ યુવાનો જોડાયેલા છે. જેમને તેઓ ડ્રગ્સનો જથ્થો પૂરો પાડે છે. સામાન્ય રીતે આવો વેપલો મોટા શોપિંગ સેન્ટર, મોલ અને પાર્લર પાસે કરવામાં આવતો હોય છે.

માતા-પિતા બાળકો પર વિશેષ ધ્યાન આપે: પોલીસ
સંસ્કારી નગરીના યુવાનો અસામાજીક તત્વોના પાપે નશાની બદીમાં ફસાઈ રહ્યા છે. શહેર પોલીસે યુવાનોને ખોખલું કરતા આવા તત્વોને ડામવા માટે સતત પ્રયત્નશીલ છે. આવા તત્વો મુખ્યત્વે અભ્યાસ કરતા અને આર્થિક રીતે સધ્ધર ટીનેજર અને યુવાનોને નિશાન બનાવી ડ્રગ્સના રવાડે ચડાવે છે. ત્યારે શહેર પોલીસ વિભાગ અભ્યાસ કરતા યુવકોના માતા પિતાને તેમના સંતાનો પર વિશેષ ધ્યાન આપવા અપીલ કરી છે.