કોણ કોને આપશે ટક્કર?:વડોદરા શહેર જિલ્લાની 10 બેઠક પૈકી 3 પર જામશે ત્રિપાંખીયો જંગ, વાંચો-સાચવી રાખો અને શેર કરો આ યાદી

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે તબક્કામાં યોજાનાર છે. વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરે અને મતગણતરી 8 ડિસેમ્બરે યોજાનાર છે. ભાજપને સમર્પિત ગણાતી શહેર-જિલ્લાની 10 બેઠકો પૈકીની 3 બેઠકો પર ભાજપના જ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોએ પાર્ટી સામે બળવો કર્યો છે.

કોંગ્રેસ-આપની ભાજપ પર નજર
વડોદરા શહેરની એક બેઠક પર ભાજપ દ્વારા ઉમેદવારની જાહેરાત બાકી છે. ભાજપની હરકત પર કોંગ્રેસ-આપની નજર છે. નારાજો અન્ય પક્ષ કે અપક્ષથી દાવેદારી કરે તો કોંગ્રેસ-આપ ઉમેદવારો બદલે તેવી શક્યતા રહી છે.

.કુલ 2590 મતદાન મથકો ઊભા કરાયા
વડોદરા શહેર જિલ્લાની 10 બેઠકો પર પુરુષ 13,31,174 , મહિલા 12,70,875 અને અન્ય 223 સહિત કુલ 26,02,272 મતદારો નોંધાયા છે. સાવલી વિધાનસભા બેઠક પર 273, વાઘોડિયામાં 288, ડભોઈમાં 270, વડોદરા (શહેર) માં 272, સયાજીગંજમાં 261, અકોટામાં 246, રાવપુરામાં 281, માંજલપુરમાં 217, પાદરામાં 126 અને કરજણમાં 146 સહિત કુલ 2590 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે.