તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનીકરણના પ્લોટનો વિવાદ:સુભાનપુરા અને અકોટાના ગ્રીન બેલ્ટના 2 પ્લોટનો કબજો લેવાયો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 5 પ્લોટધારકને નોટિસ
  • અત્યાર સુધીમાં 4 પ્લોટનો કબજો લેવાયો,16ને નોટિસ

નિયમનો ભંગ કરવા બદલ શહેર ના વધુ બે ગ્રીન બેલ્ટના પ્લોટ પાલિકાએ પરત લીધા છે અને તેની સાથે 46 પૈકી કુલ ચાર પ્લોટની કબજો લઈ લેવામાં આવ્યો છે.જ્યારે, વધુ 5 નોટિસ ઇસ્યુ કરવામાં આવતા નોટીસનો કુલ આંકડો 16 પર પહોંચ્યો છે.

46 ગ્રીન બેલ્ટના પ્લોટ અગાઉ વનીકરણ માટે જુદી જુદી સંસ્થાઓને આપ્યા બાદ હજી સુધી ત્યાં કોઇ પણ પ્રકારનું વનીકરણ કરાયું નહીં હોવાથી પાલિકા દ્વારા આવી સંસ્થાઓએ નોટિસો ફટકારાઇ રહી છે. અગાઉ 2 બે પ્લોટનો કબજો પાલિકાએ પરત લઇ લીધો છે. શનિવારે વડીલ પરિવાર શરણ ટ્રસ્ટ(સુભાનપુરા) અને વરિષ્ઠ નાગરિક મંડળ(અકોટા તરગંણ સોસાયટી) પાસેથી પ્લોટ પરત લઈ લેવાયો હતો. જયારે તાંદલજા, સુભાનપુરા, ગોત્રી રોડ, કારેલીબાગ, વારસિયા વિસ્તારના પાંચ પ્લોટ રદ કરવા નોટિસ અપાઇ છે .

જેમાં જણાવ્યું છે કે સ્થળ તપાસ કરતા વનીકરણના કરાર મુજબ કાર્યવાહી થઇ હોવાનું જણાતું નથી. જેથી જો કરાર મુજબ કાર્યવાહી કરી હોય તો તેની વિગતવાર માહિતી ત્રણ દિવસમાં રજૂ કરવા તાકિદ કરાઇ છે. વનીકરણના હેતુ ભંગ અંગેનો ખુલાસો નહીં કરાય તો પ્લોટનો કબજો પરત લઇ લેવાશે.

કયા પ્લોટને રદ કરવા નોટિસ અપાઈ
1. પ્લેનેટ વડોદરા,તાંદલજા
2. વડીલ પરિવાર શરણ ટ્રસ્ટ,સૈમી સોસા.સુભાનપુરા
3. સિનિયર સીટીઝન એસો.દાદા દાદી ઉદ્યાન,ગોત્રી
4. ધનલક્ષ્મી સોસાયટી, આર્યકન્યા વિદ્યાલય રોડ, કારેલીબાગ
5. શારદા કો.ઓ.સોસાયટી,વારસિયા

અન્ય સમાચારો પણ છે...