તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:વડોદરામાં તબીબી શિક્ષકોએ બ્લેક ડે મનાવ્યો, 8 વર્ષથી પડતર પ્રશ્નોનો ઉકેલ સરકાર દ્વારા લાવવામાં ન આવતાં તબીબોમાં રોષ

સુરત3 મહિનો પહેલા
તબીબોએ બ્લેક કપડા પહેરી ગોત્રી મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યા હતા.
  • કોરોનાની મહામારીમાં દોઢ વર્ષથી ફરજ બજાવી રહેલા તબીબો લડાયક મૂડમાં આવી

કોરોનાની મહામારીમાં દોઢ વર્ષથી ફ્રન્ટ વોરીયર તરીકે ફરજ બજાવી રહેલા તબીબોએ આજે બ્લેક ડે મનાવ્યો હતો. છેલ્લાં 8 વર્ષથી પડતર પ્રશ્નોનો ઉકેલ સરકાર દ્વારા લાવવામાં ન આવતાં તબીબો લડાયક મૂડમાં આવી ગયા છે. તબીબોએ સરકારને 11 મે સુધીનો સમય આપ્યો છે.

તબીબોના પ્રશ્ન ઉકેલી નાખવા જોઈએ તેવી લાગણી
એડહોક ટીચરોને નિયમિત કરવા, સાતમા પગાર પંચ મુજબ એનપીએ ચૂકવવા, સેન્ટ્રલ ગવર્મેન્ટ મુજબ પગાર ચૂકવવા જેવા પડતર પ્રશ્નોનો સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં ન આવતાં આજે મેડિકલ કોલેજના તબીબોએ બ્લેક કપડા પહેરી ગોત્રી મેડિકલ કોલેજ ખાતે દેખાવો કર્યા હતા. તબીબો દ્વારા કોવિડની ગાઇડલાઇનનુ ચુસ્ત પાલન કરવામાં આવ્યું હતું. કોરોનાની મહામારીમા ખડેપગે ફરજ બજાવી રહેલા તબીબોને પોતાના વણ ઉકલ્યા પ્રશ્નો માટે સરકાર સામે બાયો ચઢાવતા જોઇ ગોત્રી હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને દર્દીઓ સાથે આવેલા પરિવારના લોકો પણ સરકારની ટીકા કરી હતી. અને સરકારે તબીબોના પ્રશ્ન ઉકેલી નાખવા જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી.

વડોદરાના 280 ડોક્ટર બ્લેક કપડાં પહેરીને વિરોધમાં જોડાયા હતા.
વડોદરાના 280 ડોક્ટર બ્લેક કપડાં પહેરીને વિરોધમાં જોડાયા હતા.

280 ડોક્ટર બ્લેક કપડાં પહેરીને વિરોધમાં જોડાયા
જી.એમ.ઇ.આર.એસ. ફેકલ્ટી એસોસિએશન, ગુજરાત દ્વારા આયોજીત બ્લેક ડે કાર્યક્રમા વડોદરાના 280 ડોક્ટર બ્લેક કપડાં પહેરીને જોડાયા હતા. અને સરકાર પાસે પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે, અમો વર્ષ 2012થી પડતર પ્રશ્નનો ઉકેલ લાવવા માગણી કરી રહ્યા છે. પરંતુ, સરકાર દ્વારા કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી. છેલ્લા દોઢ વર્ષથી ડોક્ટરો ખડેપગે કોવિડની કામગીરી કરી રહ્યા છે. સરકાર દ્વારા માત્ર ફ્રન્ટ લાઇન વોરીયર તરીકે બિરુદ આપી કામગીરી કરાવવામાં આવી રહી છે. પરંતુ તબીબોના પ્રશ્નો ઉકેલવામાં કોઇ રસ દાખવવામાં આવતો નથી. પરિણામે આજે બ્લેક ડે મનાવવાની ફરજ પડી છે. ગુજરાતમાં 1750 ડોક્ટરો છે.

ગાંધી ચિધ્યા માર્ગે આદોલન કરવાની ચીમકી
વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 11 મે સુધીમાં અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધી ચિધ્યા માર્ગે આદોલન કરવાની ફરજ પડશે. આજના કાર્યક્રમમા તમામ તબીબો જોડાયા હતા.