ઓનલાઇનનો આગ્રહ:સાયન્સની ઓફલાઇન પરીક્ષા સામે વાંધો પડયો, વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ શરૂ

વડોદરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓનલાઇનમાં કાપલીની ફાવટ આવી હતી

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં ઓફલાઇન પરીક્ષાનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ થઇ ગયું પરંતુ કોલેજના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન પરીક્ષાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઓનલાઇન પરીક્ષામાં કાપલીની ફાવટ આવી જતાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી દ્વારા પ્રથમવાર એન્ડ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવનાર છે. ત્યારે આઇશા ગ્રુપ દ્વારા તેનો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે.

સાયન્સ ફેકલ્ટીમાં 22 નવેમ્બર થી એમએસસી અને 1 લી ડિસેમ્બર થી ટીવાય બીએસસી પરીક્ષા ઓફલાઇન મોડથી યોજાવાની છે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઓફલાઇન મોડથી પરીક્ષા લેવા માટેનો નિર્ણય સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે. અગાઉ મીડ સેમેસ્ટર પરીક્ષાઓ પણ ઓફલાઇન મોડથી લેવામાં આવી હતી.

રાજય સરકારે પણ છ મહિનાથી ઓફલાઇન શિક્ષણની શરૂઆત કરી દીધી છે. યુનિવર્સિટી સત્તાધીશોએ પણ દરેક ફેકલ્ટીઓને ઓફલાઇન મોડથી શિક્ષણ અને પરીક્ષા લેવા માટેની સૂચનાઓ આપી છે. સ્કૂલોમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓનો પણ ઓફલાઇન અભ્યાસ શરૂ થયો છે ત્યારે ચોક્કસ વિદ્યાર્થીઓને ફાયદો કરાવવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...