ભાસ્કર વિશેષ:ન્યાયમંદિર વિસ્તાર મહિલા સશક્તિકરણ માટે જ વિકસાવાયો હતો, સ્ત્રી અધ્યાપન, ન્યાયમંદિર, ચિમનાબાઇ તેનું ઉદાહરણ

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુરસાગરની ફરતેની ઇમારતો તોડીને નવેસરથી ઇમારતોનું બાંધકામ કરાયું હતું

વડોદરાનું સુરસાગર ઇતિહાસની 13 સદીઓની ઘટનાઓનું સાક્ષી છે. આ જ તળાવના કિનારે મહારાજા સયાજીરાવ ત્રીજાએ સ્ત્રીસશક્તિકરણ અને કેળવણી માટેની ઇમારતોનું નિર્માણ કરાવ્યું હતું. શનિવારે બન્યન હેરિટેજ ફેસ્ટમાં ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ક્યુરેટેડ હેરિટેજ વોક ‘સુરસાગર પ્રિસિન્ટ’નું આયોજન કરાયું હતું. જેમાં સુરસાગરની ફરતે આવેલી ઐતિહાસિક ઇમારતોની માહિતી અપાઇ હતી.

આ વિશે ઇન્ટાચના પદાધિકારી અને આર્કિટેક સંજીવ જોશીએ જણાવ્યું કે, ‘મહારાજા સયાજીરાવે સુરસાગર વિસ્તારમાં જ સ્ત્રી અધ્યાપન મંદિર, ન્યાયમંદિર (કોર્ટ) બનાવ્યું ત્યારે તેનું નામ મહારાણી ચિમણાબાઇનું આપ્યું, અહીં જ તેમના નામે સ્ત્રી ઉદ્યોગાલય બંધાવ્યું, મહિલાઓ પણ ગાયન-વાદન શીખે તેના માટે સંગીત કોલેજ બનાવી.

આ જ કન્સેપ્ટ પર અહીં છોકરીઓ માટેની સ્કૂલો શરૂ થઇ. ન્યાયમંદિર વિસ્તાર મહિલા સશક્તિકરણના કન્સેપ્ટ સાથે વિકસાવાયો હતો’. ન્યાયમંદિર બનાવવાનું હતું ત્યારે આસપાસની ઇમારતો તોડીને તેનું ફરી બાંધકામ કરાયું હતું.

આ મંદિરનું શિવલિંગ યવતમાલથી લવાયું છે
વડોદરામાં એક મંદિરનું નિર્માણ આજથી 215 વર્ષ અગાઉ કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીના કિનારે ઊભેલું આ મંદિર આજે પણ યવતેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. જેનું નામ તેના શિવલિંગના મૂળ ગામથી છે. શનિવારે યોજાયેલી યવતેશ્વર હેરિટેજ વોક વિશે ચંદ્રશેખર પાટીલે જણાવ્યું કે, 1807માં મહારાજા ગોવિંદરાવ ગાયકવાડના સમયના સેનાપતિ-દીવાન રાવજી આપાજીએ યવતમાલથી આ મંદિરનું શિવલિંગ લાવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...