તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્સિસ ડે પર વિરોધ:વડોદરાની સયાજી હોસ્પિ.ના નર્સિંગ સ્ટાફના પ્રતિક ધરણા, નર્સે કહ્યું: 'બ્રધરની સેવા આપતા પતિના મૃત્યુના 6 મહિના બાદ પણ સરકારે સહાય આપી નથી'

વડોદરા3 મહિનો પહેલા
સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિશ્વ નર્સિંગ દિવસે સરકાર સામે દેખાવો કર્યાં
  • સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિશ્વ નર્સિંગ દિવસે સરકાર સામે દેખાવો કર્યાં

એક તરફ ઇન્ટરનેશનલ નર્સિસ ડેની ઉજવણી થઇ રહી છે, ત્યારે બીજી તરફ વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં પડતર પ્રશ્ન મુદ્દે નર્સિંગ સ્ટાફે પ્રતિક ધરણા કર્યાં હતા અને હાથમાં પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચારો કરીને વિરોધ નોંધાવ્યો છે. નર્સ તરીકે ફરજ બજાવતા પારૂલબેન વસાવાએ જણાવ્યું હતું કે, મારા પતિ સયાજી હોસ્પિટલમાં સ્ટાફ બ્રધર્સ તરીકે સેવા આપતા હતા. જેમનું 6 મહિના અગાઉ અવસાન થયું છે. સરકારે જાહેર કરેલી સહાય પણ હજુ સુધી મળી નથી.

ફ્લોરેન્સના સન્માનમાં દર વર્ષે 12 મેએ તેમના જન્મદિનને નર્સ દિવસ તરીકે મનાવાય છે
આજે 12 મે એટલે ઈન્ટરનેશનલ નર્સિસ ડે... જેનો સબંધ 200 વર્ષ પૂર્વે 12 મે, 1820માં જન્મ લેનારી ફ્લોરેન્સ નાઈટિંગેલ સાથે સંકળાયેલો છે. જેમણે માનવ સેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી. ફ્લોરેન્સને ‘લેડી વિથ લેમ્પ‘ કહેવામાં આવે છે. બ્રિટિશ નર્સ ફ્લોરેન્સ દિવસ-રાત પોતાના દર્દીઓની દેખભાળ કરતી હતી. આંતરરાષ્ટ્રીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા ફ્લોરેન્સના સન્માનમાં દર વર્ષે 12 મેએ તેમના જન્મદિનને નર્સ દિવસ તરીકે મનાવાય છે.

છેલ્લા ઘણા વર્ષોથી પડતર માંગણીઓને લઇને નર્સિંગ સ્ટાફ લડત ચલાવી રહ્યો છે
છેલ્લા ઘણા વર્ષોથી પડતર માંગણીઓને લઇને નર્સિંગ સ્ટાફ લડત ચલાવી રહ્યો છે

નર્સિંગ સ્ટાફે આજે પ્રતિક ધરણા પર કરી વિરોધ દર્શાવ્યો
અત્યારે જ્યારે દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે નર્સિંગ સ્ટાફનું વિશેષ યોગદાન રહ્યું છે. તેમણે રાત દિવસ જોયા વિના લોકોની સેવા કરી છે. લોકોને મોતના મુખમાંથી ઉગાર્યા છે. તેમણે કોરોના ફ્રન્ટ વોરિયર્સનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી પડતર માંગણીઓને લઇને નર્સિંગ સ્ટાફ લડત ચલાવી રહ્યો છે, પરંતુ, સરકાર તેમની માગણીઓ પૂર્ણ ન કરતા નારાજ નર્સિંગ સ્ટાફે આજે પ્રતિક ધરણા પર કરી વિરોધ દર્શાવ્યો હતો.

સરકાર તેમની માગણીઓ પૂર્ણ ન કરતા નારાજ નર્સિંગ સ્ટાફે આજે પ્રતિક ધરણા પર કરી વિરોધ દર્શાવ્યો હતો
સરકાર તેમની માગણીઓ પૂર્ણ ન કરતા નારાજ નર્સિંગ સ્ટાફે આજે પ્રતિક ધરણા પર કરી વિરોધ દર્શાવ્યો હતો

નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિશ્વ નર્સિસ દિવસે સરકાર સામે દેખાવો કર્યાં
આજે વડોદરા શહેરના સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિશ્વ નર્સિસ દિવસે સરકાર સામે દેખાવો કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીમાં રાત-દિવસ એક કરી નાખનાર નર્સિંગ સ્ટાફની માંગણીઓ મામલે સરકારના ઓરમાયા વલણ સામે બેનર અને પોસ્ટર સાથે શાંતિપૂર્ણ દેખાવો કર્યાં હતા. જ્યારે સરકાર તેઓની માગ નહીં સંતોષે તો આગામી દિવસમાં આંદોલન કારવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિશ્વ નર્સિસ દિવસે સરકાર સામે દેખાવો કર્યાં હતા
નર્સિંગ સ્ટાફે કાળી પટ્ટી ધારણ કરી વિશ્વ નર્સિસ દિવસે સરકાર સામે દેખાવો કર્યાં હતા

કેન્દ્ર અને રાજ્યના ગ્રેડ પે માં પણ ખૂબ મોટું અંતર છે
ગુજરાતનો નર્સિંગ સ્ટાફ સરકાર પાસે પોતાની પડતર માંગણીઓ ને લઈને લડત આપી રહ્યો છે. છેલ્લા 14 મહિનાથી ગુજરાત રાજ્યમાં નર્સિંગ સ્ટાફ દ્વારા રાત દિવસ કોરોનાની સારવાર માટે કામગીરી કરવામાં આવી રહી છે, જેની સામે રાજ્ય સરકાર તેઓને યોગ્ય મહેનતાણું પણ ચૂકવતી નથી. કેન્દ્ર અને રાજ્યના ગ્રેડ પે માં પણ ખૂબ મોટું અંતર છે.

અન્ય સમાચારો પણ છે...