• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Nursing Staff At Sayaji Hospital In Vadodara Celebrated The Achievement Of 100 Crore Vaccine Doses In The Country With Masks, Sanitizers, Vaccine Vials.

તબીબો ગરબે ઘૂમ્યા:દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિને લઇને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી, માસ્ક, સેનેટાઇઝર, રસીની વાયલ સાથે નર્સિંગ સ્ટાફ ગરબા ઘૂમ્યો

વડોદરાએક મહિનો પહેલા
સયાજી હોસ્પિટલના આંગણે કોરોના 100 વેક્સિન ડોઝની રાષ્ટ્રીય સિદ્ધિ નિમિત્તે આરોગ્ય પરિવારે ગરબે ઘૂમીને ઉજવણી કરી
  • તબીબો અને નર્સિંગ સ્ટાફે એકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી

દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર થઇ જતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોમાં ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના આંગણે કોરોના 100 વેક્સિન ડોઝની રાષ્ટ્રીય સિદ્ધિ નિમિત્તે આરોગ્ય પરિવારે ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી.

હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે ગરબા ઘૂમ્યો
તબીબો,નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓએ આ સિદ્ધિ માતાજીને સમર્પિત કરતાં હોય તેમ માસ્ક, સેનેટાઈઝરની બોટલ અને કોરોનાની રસીની વાયલ હાથમાં રાખીને ગરબા ઘૂમ્યા હતા અને મીઠાઈની વહેંચણી કરીને સહુએ મોઢું મીઠું કર્યું હતું.

તબીબો અને નર્સિંગ સ્ટાફે એકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી
તબીબો અને નર્સિંગ સ્ટાફે એકબીજાને મીઠાઇ ખવડાવીને ઉજવણી કરી

સયાજી હોસ્પિટલના કેન્દ્રમાં 35 હજારને રસી મૂકાઇ
અમારી હોસ્પિટલમાં છેલ્લા 10 મહિનાથી કોરોનાની રસી મૂકવામાં આવી રહી છે અને જેમણે હજુ સુધી રસી લીધી નથી એ પોતાના જીવનની રક્ષા માટે અમારે ત્યાં રસી મુકાવી લે તેવો અનુરોધ કરતાં મદદનીશ પ્રાધ્યાપક ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, અમારા કેન્દ્ર ખાતે પહેલો અને બીજો ડોઝ મળીને કુલ 35 હજારને રસી મૂકવામાં આવી છે. 20 હજાર લોકોએ પહેલો અને 15 હજાર લોકોએ બીજો ડોઝ અમારે ત્યાં લીધો છે અને રસી રક્ષિત થયાં છે.

માસ્ક, સેનેટાઇઝર, રસીની વાયલ સાથે નર્સિંગ સ્ટાફે ગરબા ઘૂમ્યો
માસ્ક, સેનેટાઇઝર, રસીની વાયલ સાથે નર્સિંગ સ્ટાફે ગરબા ઘૂમ્યો

સંભવિત ત્રીજી લહેરને આપણે વિલંબિત કરી શક્યા
નર્સિંગ સ્ટાફના પલ્લવી પરમાર અને સપના શાહ પહેલા દિવસથી રસી મૂકવાની સેવા આપી રહ્યાં છે અને તેમણે આમ આદમીથી લઇને વડોદરાના રાજવી પરિવારના સદસ્યો, મંત્રીઓ, ધારાસભ્યો, પદાધિકારીઓ અને પ્રશાસન અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને રસી મૂકી છે. આવા કર્મયોગીઓને પરિણામે રસિકરણ સફળ થઈ રહ્યું છે. હાલમાં સંભવિત ત્રીજી લહેરને આપણે વિલંબિત કરી શક્યા છે.

દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિને લઇને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી
દેશમાં 100 કરોડ વેક્સિન ડોઝની સિદ્ધિને લઇને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઉજવણી

હવે વડોદરામાં કોરોના પોઝિટિવ કેસો શૂન્ય આવે છે
છેલ્લા 3 દિવસથી વડોદરામાં કોરોના પોઝિટિવ કેસો શૂન્ય છે. અમારા 700થી વધુ પથારીના વોર્ડ બંધ થઈ ગયાં છે. રસી મૂકનારા આવા સમર્પિત કર્મયોગી અને સતત રસી પૂરી પાડનાર રાજ્ય સરકાર, ભારત સરકારને લીધે આ શક્ય બન્યું છે.

સયાજી હોસ્પિટલના કેન્દ્રમાં 35 હજારને રસી મૂકાઇ
સયાજી હોસ્પિટલના કેન્દ્રમાં 35 હજારને રસી મૂકાઇ
અન્ય સમાચારો પણ છે...