તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:વડોદરાની સયાજી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફે કોરોનાના દર્દીઓ સાથે ભારતીય પરંપરા પ્રમાણે સાડી પહેરી દિવાળીની ઉજવણી કરી

વડોદરા5 મહિનો પહેલા
દર્દીઓને ઘર જેવો અનુભવ કરાવવા નર્સિંગ સ્ટાફે સાડી પહેરી દિવાળીની ઉજવણી કરી. - Divya Bhaskar
દર્દીઓને ઘર જેવો અનુભવ કરાવવા નર્સિંગ સ્ટાફે સાડી પહેરી દિવાળીની ઉજવણી કરી.
  • કોરોના દર્દીઓને દવાખાનામાં ઘર જેવી દિવાળીનો અનુભવ કરાવાયો
  • કોરોના દર્દીઓને સાજા થવાના મનોબળને વધુ મક્કમતા આપી

દર્દીઓને ઘરમાં દિવાળી ઉજવાતી હોવાનો અહેસાસ કરાવવા નર્સ બહેનોએ સલામતીની તકેદારીઓ પાળી અને ભારતીય પરંપરા પ્રમાણે સાડી પહેરી કોરોના વોર્ડમાં દીપ પ્રગટાવ્યા હતા. કોરોનાની મહામારી સામે અમે હાર સ્વીકારતા નથીની ભાવના સાથે સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં આરોગ્યના કર્મયોગીઓએ કોવિડ પીડિતો સાથે દિવાળી ઉજવી હતી.

આરોગ્યના કર્મયોગીઓ કોરોના દર્દીઓ સાથે દિવાળી ઉજવી
કોરોના સંક્રમિત હોવાથી અને સારવાર હેઠળ હોવાથી દીપોત્સવી ના પવિત્ર પર્વે તેઓ સ્વજનો થી અને ઘર પરિવારથી દૂર હતા. જોકે, સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દર્દીઓની માફક જ દિવાળીના વર્ષના સહુથી મોટા પર્વના દિવસે સ્વજનો અને ઘર પરિવારથી દૂર રહીને ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ સહિત આરોગ્યના કર્મયોગીઓએ તેમની સાથે પરંપરા પ્રમાણે દિવાળી ઉજવીને તેઓ ઘરથી દૂર અને એકલવાયા હોવાની જરાય અનુભૂતિ થવા દીધી ન હતી.

દિવડાના ઝગમગાટ સાથે ઉત્સવમાં અનેરી રંગ સભરતા ઉમેરાઈ.
દિવડાના ઝગમગાટ સાથે ઉત્સવમાં અનેરી રંગ સભરતા ઉમેરાઈ.

આરોગ્ય કર્મચારીઓએ પર્વની રજાઓ, વેકેશનનો ભોગ આપ્યો
આ સ્ટાફ છેલ્લા 6 મહિનાથી રાત દિવસ એક કરીને કોરોનાના રોગીઓને રોગમુક્ત કરવાની ફરજ બજાવી રહ્યો છે. આ દરમિયાન આવેલા તમામ તહેવારો, પર્વો અને ઉત્સવો તેમણે લગભગ દવાખાનામાં દર્દીઓની સાથે જ ઉજવ્યા છે. દરમિયાન કેટલાક જાતે સંક્રમિત થયા, સારવાર લીધી, રોગમુક્ત થયા અને પાછા દર્દી સેવામાં લાગી ગયાં છે. સેવા ધર્મની પરંપરા પાળવા તબીબોએ અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ પર્વની રજાઓ, વેકેશનનો ભોગ આપ્યો છે.અને ગઇકાલે તેમણે દિવાળી પણ દર્દીઓ સાથે ઉજવીને કોરોના ભલે અઘરી મહામારી હોય રોગીઓને સાજા કરવાના અમારા ઉત્સાહને ઝનૂનને પરાસ્ત નહિ કરી શકે એવો સંદેશ આપ્યો હતો. આ સાથે દર્દીઓને દવાખાનામાં ઘર જેવી દિવાળીનો અનુભવ કરાવીને તેમના સાજા થવાના મનોબળને વધુ મક્કમતા આપી છે.

દિવાળી ઉજવણીની તમામ તૈયારી નર્સિંગ સ્ટાફે કરી હતી.
દિવાળી ઉજવણીની તમામ તૈયારી નર્સિંગ સ્ટાફે કરી હતી.

દર્દીઓ ઘર જેવા જ ઉત્સાહ સાથે દિવાળી માણી શક્યા
નર્સિંગ સ્ટાફને લાગ્યું કે રોજિંદા ગણવેશમાં જ આ ઉજવણીમાં જોડાઈશું તો દર્દીઓને દવાખાનાના વાતાવરણમાંથી મુક્તિનો અનુભવ નહિ થાય એવા શબ્દો સાથે વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તેના પગલે ફરજ પરની નર્સ બહેનોએ કોવિડ વિષયક તમામ સાવચેતીઓ પાળી અને તકેદારી લઈને ભારતીય પરંપરા અનુસરીને સાડીમાં જ ઉજવણીમાં જોડાવાનો નિર્ણય લીધો હતો.પરિણામે દિવડાના ઝગમગાટ સાથે ઉત્સવમાં અનેરી રંગ સભરતા ઉમેરાઈ અને દર્દીઓ ઘર જેવા જ ઉત્સાહ સાથે દિવાળી માણી શક્યા હતા. અનેક દીપકોના પ્રકાશથી એક નવી આશાના કિરણો રેલાયા અને દર્દ અને દવાખાનું ભુલાઈને દિવાળી જ મનમાં રમતી રહી. મીઠાઈ પણ વહેંચવામાં આવી જેની મીઠાશથી રોગની કડવાશ ઓસરી ગઈ હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો