તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાની કર્મનિષ્ઠ નર્સ:ઘર પાસે કેસો વધતાં 22 દિવસ હોટલમાં રહી નર્સે ફરજ બજાવી, છેલ્લાં 5 મહિનામાં 30 હજાર લોકોને રસી મૂકી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
નયનાબેન રાણાની તસવીર - Divya Bhaskar
નયનાબેન રાણાની તસવીર
  • નાગરવાડા હેલ્થ સેન્ટરનાં સ્ટાફ નર્સ નયના રાણા કહે છે રસીથી જ જીવ બચશે
  • કોરોનાથી રિકવર થયા પછી તરત ફરજ પર હાજર થઇ ગયાં

કોરોનાની પ્રથમ લહેરમાં 22 દિવસ હોટલમાં રહીને કોરોના દર્દીઓની સારવાર કરનાર જીએનએમ સ્ટાફ નર્સે 5 મહિનામાં 30 હજાર લોકોને વેક્સિન આપી છે. કોરોનાથી લોકોને બચાવવા માટે વેક્સિન આપવાનું કામ કરનાર નર્સ પોતાની ફરજ અંગે ગર્વ અનુભવી રહ્યાં છે.નાગરવાડા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતાં જીએનએમ સ્ટાફ નર્સ નયનાબેન રાણાએ માત્ર 5 મહિનામાં 30 હજાર લોકોને વેક્સિન આપી છે.

નવેમ્બરમાં કોરોના થતા દાખલ કર્યા હતા
તેમણે જણાવ્યું હતું કે, ગત વર્ષે એપ્રિલ મહિનામાં કોરોનાની શરૂઆત થઈ તે સમયે તેમની સાથે તેમનો સ્ટાફ 22 દિવસ હોટલમાં રહ્યો હતો. નવી ધરતીમાં કેસો વધવાની સાથે સમગ્ર સ્ટાફે ઘરે જવાની જગ્યાએ હોટલમાં રહીને પોતાની ફરજ નિભાવી હતી. જુલાઈ-ઓગસ્ટ મહિનાથી નાગરવાડા અર્બન હેલ્થ સેન્ટરનો સ્ટાફ કોરોના ટેસ્ટિંગ સહિતની કામગીરીમાં જોતરાયેલો હતો તે દરમિયાન નવેમ્બરમાં નયનાબેનનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને 6 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. કોરોનામાંથી રિકવર થયા પછી તરત જ તેઓ પોતાની ફરજ પર હાજર થઇ ગયાં હતાં.

હાલમાં લોકોને રસી આપવાનું કામ કરે છે
જાન્યુઆરી મહિનામાં વેક્સિનની શરૂઆત થવાની સાથે નયનાબેને સૌપ્રથમ હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર ત્યારબાદ સિનિયર સિટિઝન અને પછી 18 વર્ષથી ઉપરની વયના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરી હતી. 5 મહિનામાં તેમણે 30 હજાર લોકોને વેક્સિન મૂકી છે. પોતાનો અનુભવ જણાવતાં તેમણે કહ્યું હતું કે, વેક્સિનથી લોકોનો જીવ બચશે. નર્સિંગની લાઈન પસંદ કરી છે તે યોગ્ય છે, તેવો આ કામગીરી કર્યા પછી અહેસાસ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...