તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સ હોસ્પિટલના બાથરૂમમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. ઊંઘના અને મસલ રિલેકસેશનના ઇન્જેક્શનના ઓવરડોઝના કારણે તેઓનું મોત થયું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સપાટી પર આવ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર સયાજી ટાઉનશીપ રોડ પર આવેલા સેફ્રોન ટાવરમાં 40 વર્ષના ક્રિષ્નાબેન શરદભાઈ શર્મા રહેતા હતા. તેઓના પતિ મધ્યપ્રદેશ ખેતીકામ કરે છે. જ્યારે વડોદરામાં તેઓ ત્રણ સંતાનો સાથે રહેતા હતા.
ક્રિષ્નાબેન વાઘોડિયા રોડ પર આવેલી સવિતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હતા. રવિવારે નાઈટ ડ્યૂટી હોવાથી તેઓ હોસ્પિટલ આવ્યા હતા. સવારે 4 વાગ્યે તેઓ બાથરૂમમાં ગયા હતા. બે કલાક જેવો સમય વીતવા છતાં તેઓ બહાર નહીં આવતા ત્યાં હાજર સ્ટાફે બાથરૂમનો દરવાજો ખડાવ્યો હતો. જોકે તેઓએ નહીં ખોલતા સિક્યુરિટી ગાર્ડે દરવાજો તોડ્યો હતો. નિશ્વેત પડેલા ક્રિષ્નાબેનને મેડિકલ સ્ટાફે ચેક કરતા મોત નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં ક્રિષ્નાબેને ઊંઘ અને મસલ્સ રીલેસક્સેસનના ઇન્જેક્શનના ઓવરડોઝ લેતાં મોત થયાનું બહાર આવ્યું છે.
નર્સના મોબાઈલને FSLમાં મોકલાયો
ઇન્જેક્શનના ઓવરડોઝના કારણે મોત નીપજ્યું હોવાનું જણાવી પાણીગેટ પોલીસે આપઘાતનું કારણ શોધવાની મથામણ શરૂ કરી છે. પોલીસને મૃતક નર્સની કોઈ અંતિમ ચિઠ્ઠી મળી આવી નથી. તેઓએ ક્રિષ્નાબેનનો મોબાઈલ ફોન લોક હોવાથી પોલીસે તેને કબ્જે લઈ એફએસએલ ખાતે તપાસ અર્થે મોકલી આપ્યો છે. પાણીગેટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને પગલે હોિસ્પટલના સ્ટાફમાં ગમગીની વ્યાપી જવા પામી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.