તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરા શહેરમાં 4 મે સુધી 146 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. પરંતુ 10 મે સુધીના 6 દિવસમાં 145 વધુ દર્દીઓ સાજા થયા છે. આમ વડોદરામાં માત્ર 6 દિવસમાં જ કોરોના મુક્ત થનારા દર્દીઓ ડબલ થઇ ગયા છે. જે વડોદરા શહેર માટે ખુબ જ સારા સમાચાર છે.
વડોદરામાં અત્યાર સુધી 52.81 ટકા દર્દીઓ સાજા થયા
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના 551 દર્દીઓ નોંધાયા છે. જે પૈકી 291 દર્દીઓ સાજા થઇને ઘરે જઇ ચુક્યા છે. આમ વડોદરામાં 52.81 ટકા લોકો કોરોના મુક્ત થઇ ચુક્યા છે. વડોદરામાં શનિવારે 52 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધુ છે. આ ઉપરાંત રવિવારે 41 દર્દીઓ કોરોના મુક્ત થઇને ઘરે પહોંચ્યા હતા.
13 દિવસમાં કોરોના મુક્ત થનારા દર્દીઓની સંખ્યામાં 5 ગણો વધારો થયો
વડોદરા શહેરમાં 27 એપ્રિલ સુધી માત્ર 60 દર્દીઓ જ કોરોના મુક્ત થયા હતા. ત્યારબાદ 13 દિવસમાં કોરોના મુક્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાયો છે. વડોદરામાં 13 દિવસમાં કોરોના મુક્ત થનારા દર્દીઓની સંખ્યામાં 5 ગણો વધારો થયો છે. રોજેરોજ દર્દીઓ કોરોના મુક્ત થઇને ઘરે જઇ રહ્યા છે.
કોરોનાના પોઝિટિવ કેસ કરતા ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી
વડોદરા શહેરમાં રોજ કોરોના વાઈરસના 20થી 30 જેટલા પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે. જેની સામે રોજ કોરોના મુક્ત થનારા દર્દીઓ 40થી 50 સામે આવી રહ્યા છે. જેને કારણે વડોદરા શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. વડોદરા શહેરમાં અત્યારે કોરોના વાઈરસના એક્ટિવ કેસ માત્ર 229 જ રહ્યા છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.