• Home
  • Local
  • Gujarat
  • Vadodara
  • Number of corona cases in the eastern zone increased 5 times to 239, while in the northern zone it decreased from 70% to 46% in vadodara

હોટસ્પોટ / વડોદરામાં 20 દિવસમાં પૂર્વ ઝોનમાં કોરોનાના કેસ 5 ગણા વધીને 239 થયા, ઉત્તર ઝોનમાં 70 ટકાથી ઘટીને 46 ટકા કેસ થયા

Number of corona cases in the eastern zone increased 5 times to 239,  while in the northern zone it decreased from 70% to 46% in vadodara
X
Number of corona cases in the eastern zone increased 5 times to 239,  while in the northern zone it decreased from 70% to 46% in vadodara

  • 20 દિવસમાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ડબલથી પણ વધી ગયા
  • દક્ષિણ ઝોનમાં કોરોનાના કેસ 8 ગણા વધીને 105 કેસ થયા, પશ્ચિમ ઝોનમાં પણ 5 ગણા કેસ વધ્યા
  • વડોદરાના નવા હોટસ્પોટ પાણીગેટ વિસ્તારમાં રોજેરોજ નવા પોઝિટિવ કેસો નોંધાય છે
  • શરૂઆતના હોટસ્પોટ વિસ્તાર નાગરવાડામાં 20 દિવસમાં પોઝિટિવ કેસો ઘટ્યા

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 05:59 PM IST

વડોદરા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં 30 એપ્રિલ સુધી કોરોના વાઈરસના 324 પોઝિટિવ કેસ હતા. તે વખતે વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં આવેલા નાગરવાડા સહિતના વિસ્તારોમાં 228 કોરોના પોઝિટિવ કેસ હતા. તે વખતે ઉત્તર ઝોનમાં કોરોનાના 70 ટકા કેસ હતા. જોકે 20 મે સુધીના આંકડાઓમાં ઉત્તર ઝોનમાં કોરોના પોઝિટિવ કેસની ટકાવારી ઘટીને 46 થઇ ગઇ છે. જોકે તેની સામે પૂર્વ ઝોનમાં છેલ્લા 20 દિવસમાં કોરોના વાઈરસના કેસો 5 ગણા વધ્યા છે, જે પૂર્વ વિસ્તાર માટે ચિંતાજનક બાબત છે. 
પૂર્વ ઝોનમાં 43 કેસમાંથી વધીને 239 કેસ થયા
વડોદરા શહેર અને જિલ્લામાં 30 એપ્રિલ સુધી કોરોના વાઈરસના 324 પોઝિટિવ કેસ હતા. જે 20 મે સુધીમાં વધીને 773 થઇ ગયા છે. આમ 20 દિવસમાં વડોદરા શહેર-જિલ્લામાં કોરોના વાઈરસના કેસ ડબલથી પણ વધારે થઇ ગયા છે. વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં 30 એપ્રિલ સુધી 228 પોઝિટિવ કેસ હતા. જે 20 મે સુધી વધીને 355 થયા છે. જોકે પૂર્વ ઝોનમાં 30 એપ્રિલ સુધી માત્ર 43 પોઝિટિવ કેસ હતા. જે 20 મે સુધીના 20 દિવસમાં વધીને 239 થઇ ગયા છે. આ ઉપરાંત દક્ષિણ ઝોનમાં પણ 13 કેસથી વધી 105 કેસ થયા છે. અને પશ્ચિમ વિસ્તારમાં 7 કેસથી વધીને 39 કેસ થયા છે. અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં 11 કેસથી વધીને 30 થયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક અત્યાર સુધી 38 ઉપર પહોંચ્યો છે.
શરૂઆતના હોટસ્પોટ નાગરવાડામાં કેસો ઘટ્યા, પાણીગેટ નવો હોટસ્પોટ વિસ્તાર બની ગયો
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીગેટ, આજવા રોડ, કાલુપુરા, મોગલવાડા, ખત્રી પોળ, બકરી પોળ, શેખ ફરીદ મહોલ્લો અને દૂધવાલા મહોલ્લાનો સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ પોઝિટિવ કેસો પાણીગેટ વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે ઉત્તરઝોનમાં નાગરવાડા વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે. જોકે 20 દિવસથી શરૂઆતના હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં પોઝિટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે અને પાણીગેટ વિસ્તાર નવો હોટસ્પોટ બની ગયો છે અને રોજેરોજ પાણીગેટ વિસ્તારમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી