તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • NRI Youth Settled In Canada Marries Modestly At Temple Due To Lockdown, Newlyweds Ask Guests To Promise To Abide By Corona's Guideline

વડોદરા:કેનેડામાં સ્થાયી થયેલા NRI યુવાને લોકડાઉનને કારણે મંદિરમાં સાદાઈથી લગ્ન કર્યાં, નવદંપતીએ મહેમાનો પાસે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું વચન માંગ્યું

વડોદરાએક વર્ષ પહેલા
  • કોરોનાની મહામારીમાં સરકારે બહાર પડેલી ગાઇડલાઇનનું લગ્નમાં ચુસ્તપણે પાલન કરવામાં આવ્યુ
  • વરરાજાના પિતાએ કહ્યું, પુત્રના લગ્ન ધામધૂમથી કરવા હતા, પણ લોકડાઉનને કારણે સાદાઈથી લગ્ન કર્યાં

કેનેડામાં સ્થાયી થયેલા યુવાને વડોદરાની યુવતી સાથે આજે સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. કોરોના વાઈરસની મહામારીના કારણે સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ લગ્ન પ્રસંગ યોજાયો હતો. નવદંપતીએ મહેમાનો પાસે આશિર્વાદની સાથે કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે સરકારની ગાઇડ લાઇનનું પાલન કરવાનું વચન માંગ્યું હતું.
લગ્ન પ્રસંગમાં બંને પક્ષે 20-20 મહેમાનો નવદંપતીને આશિર્વાદ આપવા માટે હાજર રહ્યા
વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી 16, વિઠ્ઠલપાર્ક સોસાયટીમાં રહેતા હરીશભાઇ અને હર્ષાબહેન બોચરેના કેનેડામાં સ્થાયી થયેલા પુત્ર હાર્દિક અને કોઠી વિસ્તારમાં આવેલા આનંદપુરામાં રહેતા સંતોષભાઇ અને પારૂલબહેન  ચૌધરીની પુત્રી અંકિતાએ કારેલીબાગ વેદ મંદિરમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. લગ્ન પ્રસંગમાં બંને પક્ષે 20-20 મહેમાનો નવદંપતીને આશિર્વાદ આપવા માટે જોડાયા હતા. સાદગીભર્યા લગ્ન પ્રસંગમાં કોરોના વાઈરસની મહામારીમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.
નવદંપતીએ લોકોને પણ માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી
હાર્દિક બોચરે કમ્પ્યુટર એન્જિનિયર છે. અને તે છેલ્લા 6 વર્ષથી કેનેડામાં સ્થાયિ થયો છે. 21 માર્ચ-020ના રોજ તે વડોદરા લગ્ન કરવા માટે આવ્યો હતો. પરંતુ, લોકડાઉનના કારણે આજે તેના એમ.સી.એ. થયેલી અંકિતા ચૌધરી સાથે થયા હતા. ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થયા બાદ નવદંપતી સાથે કેનેડા જશે. અને કેનેડામાં પોતાની ભાવી જિંદગી પસાર કરશે. લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો પાસે દંપતીએ આશિર્વાદ લેવાની સાથે કોરોના વાઈરસની મહામારીમાં સરકારની ગાઇડલાઇનનું પાલન કરવાનું વચન માંગ્યું હતું. અને લોકોને પણ માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા માટે અપીલ કરી હતી.
વરરાજાના પિતા કહે છે કે, દીકરાના લગ્ન ધામધૂમથી કરવાનું સ્વપ્ન હતું. પરંતુ, કોરોનાની સ્થિતીને કારણે સાદાઇથી લગ્ન કર્યા 
એન.આર.આઇ. હાર્દિકના પિતા હરીશભાઇએ જણાવ્યું હતું કે, મારા પરિવારમાં હાર્દિકના લગ્નનો પ્રથમ પ્રસંગ હતો. જ્યારે પુત્રવધુ અંકિતાના પરિવારમાં અંકિતાનો બીજો લગ્ન પ્રસંગ હતો. મારું અને મારી પત્નીનું હાર્દિકનું લગ્ન ધામધૂમથી કરવાનું સ્વપ્ન હતું. પરંતુ, કોરોના વાઇરસની વર્તમાન સ્થિતી સાથે અમોએ સમાધાન કરી લીધું હતું. અને આજે સાદાઇથી પુત્રના લગ્ન સંપન્ન કર્યા હતા. મારો પુત્ર અને પુત્રવધૂનું સાંસારીક જીવન ખૂશમય પસાર થાય. તેવી દરેક માતા-પિતાની ઇચ્છા હોય છે. મારો પુત્ર અને તેની પત્ની કેનેડામાં જઇને ખુશમય સાંસારીક જીવન પસાર કરે તેવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છે.

અન્ય સમાચારો પણ છે...