તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના અસર:38 વર્ષથી જન્માષ્ટમીની ઉજવણી માટે USથી વડોદરા આવતો NRI પરિવાર આ વર્ષે ના આવી શક્યો, ઓનલાઇન હાજરી આપશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝવેરી દંપતી અનુપમભાઇ અને મીતાબહેન
  • NRI દંપતીએ અમેરિકામાં બેઠા-બેઠા આ વર્ષે વડોદરામાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનું આયોજન કર્યું
  • દંપતી કહે છે કે, વડોદરા ન આવી શક્યા તેનું દુઃખ છે, પણ કોરોનાની રસી શોધાઇ જશે તો આવતા વર્ષે જરૂર આવીશું

જન્માષ્ટમી ઉજવવા માટે અચુક અમેરિકાથી વડોદરા આવતો NRI ઝવેરી પરિવાર આ વર્ષે કોરોનાની મહામારીના કારણે આવી શક્યો નથી. જોકે, ઝવેરી દંપતીએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના કારણે 38 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત વડોદરા આવી શક્યા નથી. તેનું દુઃખ છે, પરંતુ, અમે અમારા બંગલામાં જન્માષ્ટમી સાદાઇથી ઉજવાઇ તેવું અમેરિકા બેઠા-બેઠા આયોજન કર્યું છે અને તેઓ જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં ઓનલાઇન હાજરી આપશે.

1982માં પ્રેરક બંગલામાં જન્માષ્ટમી પર્વની શરૂઆત થઇ હતી
વડોદરાના કારેલીબાગમાં આનંદનગર પાસે પ્રેરક બંગલામાં રહેતો અનુપમ ઝવેરી અને તેમનો પરિવાર અમેરિકામાં ન્યુજર્સીમાં સ્થાયી થયેલો છે. 1982માં તેઓએ તેઓના બંગલામાં જન્માષ્ટમીની ઉજવણીની શરૂઆત કરી હતી, ત્યાર પછી જન્માષ્ટમી પર્વની ઉજવણી એક પરંપરા બની ગઇ છે. ઝવેરી પરિવાર અમેરિકામાં હોય તો પણ જન્માષ્ટમીના બે દિવસ વડોદરામાં ઉજવવા માટે અચુક વડોદરામાં આવી જાય છે. આમ તેઓ છેલ્લા 38 વર્ષથી જન્માષ્ટમી ઉજવવા માટે વડોદરામાં આવતા હતા.

દંપતીએ અમેરિકામાં બેઠા-બેઠા વડોદરામાં જન્માષ્ટમીનું આયોજન કર્યું
ઝવેરી દંપતી અનુપમભાઇ અને મીતાબહેને જણાવ્યું હતું કે, વૈશ્વિક કોરોના વાઇરસની મહામારીના કારણે આ વખતે અમે વડોદરા આવી શક્યા નથી. અને 38 વર્ષથી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી વડોદરા પ્રેરક બંગલામાં કરી રહ્યા છે. અમારા બંગલામાં થતી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી અમારા વિસ્તારમાં જ નહીં, પરંતુ, સમગ્ર વડોદરામાં જાણીતી છે. જોકે, આ વર્ષે પણ અમારા પ્રેરક બંગલાની બહારથી લોકો કૃષ્ણજન્મોત્સવનો લાભ લઇ શકે તે રીતે સાદાઇથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન અમે અમેરિકામાં બેઠા-બેઠા કરી રહ્યા છે.

પ્રેરક બંગલામાં દર વર્ષે જન્માષ્ટમીની ઉજવણી થાય છે
પ્રેરક બંગલામાં દર વર્ષે જન્માષ્ટમીની ઉજવણી થાય છે

જન્માષ્ટમીની ઉજવણી કરવા ન આવી શક્યા તેનું દુઃખ છે
કોવિડ-19ના કારણે અમે 35 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જન્માષ્ટમીની ઉજવણી કરવા માટે વડોદરા આવી શક્યા નથી. તેનું અમને દુખ છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છે કે, વહેલામાં વહેલી તકે કોરોના વાઇરસની રસી શોધાઇ જાય અને સમગ્ર વિશ્વ કોરોના મુક્ત બને. આ સાથે અમે ઝવેરી પરિવાર પણ આવતા વર્ષે જન્માષ્ટમી ઉજવવા વડોદરામાં આવીએ. આવતા વર્ષે અમો ભવ્યાતિભવ્ય રીતે જન્માષ્ટમીની ઉજવણી કરીશું. તેમ દંપતીએ વધુમાં ઉમેર્યું હતું.

પ્રેરક બંગલાની અંદર જ પંડાલ બાંધીને જન્માષ્ટમી પર્વની ઉજવણી થશે
ઉલ્લેખનિય છે કે, અત્યાર સુધી ઝવેરી પરિવાર વડોદરામાં તેમના બંગલાની બહાર પંડાલ બાંધીને દરેક વર્ષે નવી થીમ સાથે શ્રીકૃષ્ણની લીલા સાથે ઉજવણી કરતા હતા, પરંતુ, આ વર્ષે પ્રેરક બંગલામાં સાદાઇથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. આ વખતે પ્રેરક બંગલાની અંદર જ પંડાલ બનાવવામાં આવશે. સાથે લાઇટીંગ પણ કરવામાં આવશે. અને કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. કૃષ્ણ જન્મોત્સવની તૈયારી ઝવેરી પરિવાર દ્વારા અમેરિકા બેઠા-બેઠા વડોદરામાં રહેતા અન્ય પરિવારજનો અને મિત્રોની મદદથી શરૂ કરી છે. દર વર્ષ મુજબ ભગવાનના દર્શન માટે આવતા ભક્તોને કેળા તથા ભગવાનને પ્રિય એવી પંજરી અને પેંડાનો પ્રસાદ તૈયાર કરાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો