સ્ક્રેપ પોલિસીનો અમલ:હવે ખાનગી પાર્સિંગની કારના રિપાર્સિંગ માટે 600ના બદલે 5 હજાર રૂપિયા ચૂકવવા પડશે

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કારના રિપાર્સિંગની ફીમાં 8 ગણો વધારો ઝીંકાયો, ફિટનેસની ફી 30%થી વધુ વધી

કેન્દ્ર સરકારે 1 ઓક્ટો.થી સ્ક્રેપ પોલિસીના અમલની જાહેરાત કરી હતી તે મુજબ 4 ઓક્ટોબરે જાહેર કરેલા પાર્સિંગ-રિ પાર્સિંગ અને ફિટનેસના દરમાં ધરખમ વધારો ઝીંકાયો છે. ખાનગી પાર્સિંગના ફોર વ્હીલરના રૂા.600થી વધારીને રૂા.5 હજાર ચાર્જ કરાયો છે. જેને પગલે જૂનાં વાહનોને રિપાર્સિંગ કરાવવાને બદલે સ્ક્રેપ પોલિસીમાં વેચવા સારું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.15 વર્ષ પછી પાર્સિંગ 5 વર્ષ માટે કરાશે. હાલ સરકાર દ્વારા ઓટોમેટિક ફિટનેસ સેન્ટર તેમજ સ્ક્રેપ યાર્ડ બનાવ્યા નથી.

ફિટનેસ અને રિપાર્સિંગ માટે ઓટોમેટિક અને મેન્યુઅલના ભાવ અલગ જાહેર કર્યા છે. ઓટોમેટિક ફિટનેસ સેન્ટર રાજ્યમાં એક જ છે. ઓટોમેટિક સેન્ટર પર આ દર સાથે રૂા.400 એક્સ્ટ્રા ચૂકવવા પડશે. ઇ.આરટીઓ એ.એમ.પટેલે કહ્યું કે, નવા દરનો સોફ્ટવેરમાં બદલાવ થતાં જ અમલ થશે. હજુ સુધી બદલાવ થયો નથી.આરટીઓમાં મહિને 2200 જેટલાં વાહન ફિટનેસ માટે આવે છે. ભાવ વધારાને પગલે જૂનાં વાહનોનું માર્કેટ મંદીની અસર હેઠળ આવવાની શક્યતા છે.

રિપાર્સિંગ અને ફિટનેસના નવા દરમાં તોતિંગ વધારો

વાહનજૂનો દરનવો દર
ટુ વ્હીલર રિપાર્સિંગરૂ.300રૂ.1,000

થ્રી વીલર દર વર્ષે ફિટનેસ

300600

થ્રી વીલર 15 વર્ષ પછી રિપાર્સિંગ

6003,500

કાર 15 વર્ષ પછી રિપાર્સિંગ

6005,000
ટ્રક વર્ષે ફિટનેસ8001,500

ટ્રક 15 વર્ષ બાદ રિપાર્સિંગ

1,20012,500

ઈમ્પોર્ટેડ ટુ વ્હીલર નવું રજિસ્ટ્રેશન

3002,500

ઈમ્પોર્ટેડ ટુ વ્હીલર 15 વર્ષ બાદ રિપાર્સિંગ

60010,000

ઈમ્પોર્ટેડ ફોર વ્હીલર 15 વર્ષ પછી રિપાર્સિંગ

5,00040,000

​​​​​​​લેટ પાર્સિંગ માટે રોજના રૂ.50 દંડ
કોમર્શિયલ વાહન ખરીદીનાં 2 વર્ષ પછી દર વર્ષે ફિટનેસ કરાવવાનું હોય છે. તમામ વાહનનું 15 વર્ષે પાર્સિંગ કરાવાનું રહેશે.લેટ થાય તો રોજ 50 લેખે દંડ થશે.

અન્ય સમાચારો પણ છે...