તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તડજોડ:હવે આપનો શહેર કોંગ્રેસ પર ઝાડુ ફેરવવાનો પ્રયાસ

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાજેતરમાં 2 કોર્પોરેટર જોડાયા હતા
  • આપમાં જોડાવા ટેલિફોનિક આમંત્રણ અપાય છે

દિલ્હી બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પહેલ શરૂ કરી છે વડોદરામાં પણ કેટલાક રાજકીય આગેવાનોને આપમાં જોડાવવા માટે ટેલિફોન કોલ કરી ઓફર કરાઇ રહી હોવાની વિગત પ્રકાશમાં આવી છે. તાજેતરમાં શહેર જિલ્લાના કેટલાક કોંગી આગેવાનો અને અન્ય કેટલાક નાગરિકો આપમાં જોડાયા હતા.

કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડેલા પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલ અને આરએસપીના વીરેન રામીએ પણ આપ સાથે હાથ મિલાવ્યા છે. ભાજપના લીગલ સેલની જવાબદારી સંભાળી ચૂકેલા શીતલ ઉપાધ્યાય પણ હાલમાં શહેર મોરચામાં મહામંત્રી છે. આ દરમિયાન કોંગ્રેસના કેટલાક આગેવાનોને આપ માં જોડાવાની ઓફર મળી રહી છે અને તેને સમર્થન આપતા વોર્ડ 13ના અગ્રણી ના રાજુ મકવાણાએ જણાવ્યું હતું કે મને આ મામલે આમંત્રણ આપતો ફોન આવ્યો હતો પરંતુ તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે હું ક્યારેય કોંગ્રેસ પક્ષ છોડવાનો નથી.

અન્ય સમાચારો પણ છે...