વ્યવસ્થા:હવે 20 કિમી દૂરથી ટ્રેન ટિકિટ બુક કરાવી શકાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુટીએસ એપમાં અગાઉ 5 કિમીની મર્યાદા હતી
  • પેસેન્જર ઘરે બેઠા જનરલ ટિકિટ બુક કરાવી શકશે

રેલ્વે દ્વારા ટિકિટ ઓનલાઇન બુકિંગ કરવા માટે સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં જનરલ ટિકિટ બુક કરવા માટે તેમજ મંથલી પાસ કઢાવા અને પ્લેટફોર્મ ટિકિટ મેળવવા માટે યુટીએસ એપનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. આ એપનો ઉપયોગ રેલવે સ્ટેશનથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં થઈ શકતો હતો. પરંતુ હવે તેનો વ્યાપ વધારી 20 કિલોમીટર સુધી કરવામાં આવ્યો છે.

હવે રેલવેના મુસાફરો પોતાના ઘરે બેસીને જ ટ્રેનની જનરલ ટિકિટ બુક કરાવી શકશે. વડોદરા રેલવે ડિવિઝનના પી.આર.ઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાનના બંધનો રેલવેમાંથી હટાવી લેવામાં આવ્યા છે. જનરલ કોચ ચાલુ થયા છે. એપના વ્યાપ વધતા લોકો પોતાના ઘરેથી જ આ સુવિધા મેળવી શકશે.

એપનો કેવી રીતે ઉપયોગ થઇ શકે?
રેલવેની યુટીએસ એફ એન્ડ્રોઇડ મોબાઈલમાં ડાઉનલોડ કરવાની હોય છે. ત્યારબાદ મુસાફરે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે અને પાસવર્ડ યુઝર આઇડી જનરેટ કરવાના હોય છે. ત્યારબાદ તમે ઓનલાઈન પેમેન્ટ કરી ટિકિટ બુક કરાવી શકો છો.

અન્ય સમાચારો પણ છે...