આક્રોશ:હવે વીજ કંપનીના ટેક્નિકલ કર્મી વિફર્યા,26મીથી આંદોલન

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો છતાં ઉકેલ ન લવાયો
  • 17 ઓક્ટોબરે​​​​​​​ માસ સીએલ સાથે વડોદરામાં મહારેલી કઢાશે

વીજ કંપનીના ટેક્નિકલ કર્મચારીઓએ વારંવાર વિવિધ માગની રજૂઆત કરવા છતાં અને 1 સપ્ટેમ્બર આપેલી નોટિસનો સત્તાધીશોએ પ્રતિસાદ ન આપતાં કર્મીઓ આંદાેલનના માર્ગે જશે અને શહીદ થયેલા 800 કર્મીને શ્રદ્ધાંજલિ સાથે આંદોલનની શરૂઆત કરશે. કર્મચારીઓએ 26 સપ્ટેમ્બરના રોજથી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ચીમકી આપવામાં આવી છે. આગામી 17મી ઓક્ટોબરના રોજ માસ સીએલ સાથે વડોદરા ખાતે મહારેલીનું આયોજન કરાશે.

ગુજરાત ઊર્જા કર્મચારી હિતરક્ષક સમિતિએ જીયુવીએનએલના એમડીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સમિતિ દ્વારા આપવામાં આવેલી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન કંપનીના ટેકન્િકલ કર્મચારીઓ માટેના વર્ષોથી વણઉકેલાયેલી માગણીઓ તેમજ તે બાબતે વારંવાર રજુઆતો કરાઇ હતી.

મુખ્યમંત્રીના કાર્યાલયમાંથી પણ યોગ્ય કરવા માટે સૂચના આપવામાં આવેલી હોઇ તેમ છતાં તેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલું નથી. જીયુવીએનએલ કચેરી દ્વારા નોટિસ અન્વયે આપવામાં આવેલો પ્રત્યુત્તર પણ કર્મચારી હિતલક્ષી મળેલો નથી. તેના લીધે ટેક્નિકલ કર્મચારીઓમાં અસંતોષ તેમજ રોષ વ્યાપ્યો છે.

ઘણા લાંબા સમયથી ટેક્નિકલ કર્મચારીઓના પડતર પ્રશ્નની રજુઆતો ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તેમજ ગુજરાત સરકારને કરવા છતાં તેનો આજ દિન સુધી કોઈ જ ઉકેલ લવાયો નથી. જેથી સમિતિ 26મી સપ્ટેમ્બરથી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરશે. વિવિધ કાર્યક્રમો બાદ 17મી ઓક્ટોબરના રોજ માસ સીએલ સાથે વડોદરા ખાતે મહારેલીનું પણ આયોજન કરવામાં આવશે, એમ સમિતિના ઉપપ્રમુખ દિનેશ પરમારે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...