રાજકારણ:હવે વોર્ડમાં આંટાફેરા તો કાર્યાલયો ધમધમતાં થશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુદત પતતાં કોર્પોરેટરોનો આજે છેલ્લો દિવસ, સ્થાયી સમિતિના સભ્યો પણ કાલથી અસ્થાયી

પાલિકાના બોર્ડની મુદત શુક્રવારે સાંજે પુરી થતાં શનિવારથી તમામ કોર્પોરેટર હવે પૂર્વ થઈ જશે. પ્રથમ અઢી વર્ષની મુદત માટે મેયર ડૉ ભરત ડાંગર હતા અને ત્યારબાદની અઢી વર્ષની મુદત માટે મેયર ડો જીગીશાબેન શેઠની વરણી થઈ હતી. પાલિકાની ચૂંટણી ત્રણ મહિના પછી ફેલાયેલુ હોવાથી ત્રણ મહિના સુધી હવે કોઈ કોર્પોરેટર પોતાને કોર્પોરેટર તરીકે ઓળખાવી નહીં શકે અને તેને સત્તાવાર મુદત બે દિવસ પૂર્વે એટલે કે શુક્રવારે સાંજે જ પૂરી થઈ જશે જેથી પદાધિકારીઓને તેમના વાહનો પરત કરવાના રહેશે.

છેલ્લા દિવસે પાલિકાની સ્થાયી સમિતિની બેઠક પણ બોલાવાઈ છે અને તેમાં ૪૩ કરોડના 19 કામો રજૂ કરવામાં આવ્યા છે અને તેની સાથે ચૂંટાયેલી પાંખ માટે સ્થાયી સમિતિની મુદત પણ પૂરી થશે અને તેનો વહીવટ વહીવટદાર સંભાળશે.આ મુદત પૂરી થતાં જ રાજકીય પક્ષોના કોર્પોરેટરો હવે પોતાના નવા સીમાંકન બાદ ટિકિટ મેળવવા માટે રાજકીય કાર્યાલયોમાં આંટાફેરા શરૂ કરશે તો વૉર્ડમાં પણ લોકસંપર્ક જાળવવા નો પ્રયાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...