તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:હવે 42 દિવસની ગેપના ફતવાથી બીજો ડોઝ લેવા ગયેલા અટવાયા

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માણેજામાં રસી ખૂટતાં લોકોને તાંદલજાનાં સેન્ટર પર મોકલ્યા
  • 28 દિવસ પછી બીજો ડોઝ લેવા ગયેલા લોકોને પરત જવું પડયું

બુધવારે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાની આશા સાથે ગયેલા સંખ્યાબંધ લોકોને બદલાયેલા નિયમને લીધે પોતાના ઘરે વિલા મોંએ પાછા ફરવાનો વારો આવ્યો હતો. અગાઉ કોરોના વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનો સમયગાળો 28 દિવસનો હતો. પણ સરકારે આ બંને ડોઝ વચ્ચેનો સમયગાળો 42 દિવસનો કરવાની જાહેરાત કરી હતી અને તેના પગલે કોવિન સોફ્ટવેરમાં બીજા ડોઝ માટેનું 42 દિવસથી ઓછાનું રજિસ્ટ્રેશન થયું ન હતું. જ્યારે 28થી 42 દિવસની વચ્ચેના સમયગાળામાં રસી મૂકાવા ગયેલા સેંકડો લોકોને રસીકેન્દ્રો પરથી પાછા ફરવાનો વારો આવ્યો હતો.

જ્યારે આ અચાનક જાહેર થયેલા ફેરફારે સેંકડો શહેરીજનોને અકળાવ્યા હતા. બીજી તરફ શહેરના માણેજા ખાતે આવેલા રસીકેન્દ્ર ખાતે રસીનો જથ્થો ખૂટી પડતાં રસી લેવા આવેલા લોકોએ બૂમરાણ મચાવી દીધી હતી. છેવટે તેમને તાંદલજા ખાતે આવેલા બેસિલ સ્કૂલના રસીકરણ કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યાં હતા. જેને લીધે માણેજાથી તાંદલજાનો પાંચ કિલોમીટરનો ફેરો પડ્યો હતો. બીજી તરફ શહેરમાં બુધવારે વડોદરાવાસીઓને 10025 રસીઓ મૂકવામાં આવી હતી. જેમાં 45 વર્ષ કે તેથી વધુ વયના લોકોને 5654 અને 18થી 45 વર્ષ વચ્ચેની વયના 4371 લોકોને રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...