બોલિંગની તાલીમ:સારા ફાસ્ટ બોલર શોધવા હવે બીસીએનું ટેલન્ટ હન્ટ, મુનાફ પટેલની આગેવાનીમાં અભિયાન

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીસીએના ઉપપ્રમુખ શીતલ મહેતાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી. - Divya Bhaskar
બીસીએના ઉપપ્રમુખ શીતલ મહેતાએ પત્રકાર પરિષદમાં માહિતી આપી.

બરોડા રણજી ટ્રોફી સહિતની ટીમો માટે ફાસ્ટ બોલરો શોધવા પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલની આગેવાનીમાં બરોડા ક્રિકેટ એસોસિયેશન અભિયાન શરૂ કરશે. ઉપપ્રમુખ શીતલ મહેતાએ જણાવ્યું કે, કેટલાક સમયથી બરોડા ટીમને સારા ફાસ્ટ બોલરની જરૂર છે અને કોચ ડેવ વોટમોરે પણ આની નોંધ લીધી હતી. બીસીએ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જઇ ફાસ્ટ બોલર શોધશે.

આ હન્ટ પૂર્વ ક્રિકેટર અને ફાસ્ટ બોલર મુનાફ પટેલની આગેવાનીમાં થશે. જેથી બરોડા ટીમને સારા ફાસ્ટ બોલર મળે. સેક્રેટરી અજીત લેલેએ જણાવ્યું હતું કે, જે બોલરો પસંદ થશે તેમને તક અપાશે. બહારથી આવતા અને ગરીબ હશે તો તમામ ખર્ચ બીસીએ ઉઠાવશે. મુનાફ પટેલે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા બોલરો હોય છે જેઓ સારી ઝડપ ધરાવે છે. તેમને તક મળતી નથી. ટેનિસ બોલથી ફાસ્ટ બોલિંગ નાખતા બોલરોને પણ તક અપાશે. હાર્ડ બોલથી બોલિંગની તાલીમ અપાશે. ફાસ્ટ બોલિંગની ટેક્નિક અને સમજ પણ અપાશે.

અન્ય સમાચારો પણ છે...