સ્વિટી પટેલ હત્યા કેસ:હવે સ્વિટીનાં બળેલાં હાડકાઓ તપાસ માટે અમેરિકા મોકલાશે; હત્યા કેસમાં 1300 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઇ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તત્કાલીન પીઆઇ અજય દેસાઇ અને સ્વિટી પટેલની ફાઇલ તસવીર. - Divya Bhaskar
તત્કાલીન પીઆઇ અજય દેસાઇ અને સ્વિટી પટેલની ફાઇલ તસવીર.
  • ગુનાઇત કાવતરાની અને પુરાવાના નાશની કલમ ઉમેરાઇ

વડોદરા જીલ્લાના પીઆઇ અજય દેસાઇએ તેની પત્ની સ્વિટી પટેલની કરેલી હત્યાના કેસમાં તપાસ અધિકારીએ કોર્ટમાં 1300 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી અને તેમાં બે અલગ અલગ કલમનો ઉમેરો પણ કર્યો હતો. બીજી તરફ બળેલા હાડકાની ઉંડી તપાસ માટે હાડકા અમેરીકા મોકલવાનો પણ પોલીસે નિર્ણય કર્યો હતો. અગાઉ આ તપાસ માટે અમેરિકાથી કીટ મંગાવાનું નક્કી કરાયું હતું પણ તે શકય જણાયું ન હતું.

સ્વિટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જીલ્લાના પીઆઇ અજય દેસાઇ અને કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહ જાડેજાની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે અજય દેસાઇએ સ્વિટી પટેલની હત્યા કરીને તેની લાશને દહેજવા અટાલી પાસેના અવાવરુ મકાન પાસે લઇ જઇને લાશને સળગાવી દીધી હતી જેમાં કિરીટસિંહ જાડેજાએ તેને મદદ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી બળેલા હાડકા પણ કબજે કર્યા હતા.

દરમિયાન તપાસ અધિકારીએ સમગ્ર કેસની ઉંડી તપાસ કરીને અદાલતમાં 1300 પાનાની ચાર્જશીટ રજુ કરી હતી જેમાં તમામ પુરાવા રજુ કરાયા હતા જયારે 100 જેટલી વ્યકતીના નિવેદન પણ લેવાયા હતા. પોલીસે મગ્ર મામલામાં ગુનાહીતકાવતરું રચવા તથા પુરાવાનો નાશ કરવાની 2 અલગ અલગ કલમનો પણ ઉમેરો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...