તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરની ફરતે આવેલા પોરની આસપાસના રમણગામડી, ગોસિન્દ્રા, કાશીપુરા અને ઉતિયામળા ગામે કેટલાક મહિનાઓથી દીપડાઓનો ત્રાસ વધી રહ્યો છે. છેલ્લા 6 દિવસમાં દિપડાઓએ આ વિસ્તારમાં 5 પશુઓ પર હુમલા કર્યા છે. આ ખૂંખાર દીપડાઓને પકડવા માટે રમણગામડીના પંચાયતની પાછળ, કાશીપુરા, ગોસીંન્દ્રા અને રામનાથમાં બકરાના મારણ મૂકીને પિંજરા ગોઠવ્યા છે. દીપડાના પંજા સવારે પિંજરાની સામે વનવિભાગને જોવાય છે પણ પિંજરાની ફરતે આંટા મારીને દીપડો નીકળી જાય છે. હવે વનવિભાગ દીપડાને સપડાવવાની વ્યૂહરચના બદલીને ઝીંગા ટ્રેપનું આયોજન કરી રહી છે. તેમ સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું.
વનવિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પોરથી પાદરા-ડભોઇ સુધીના વિસ્તારમાં 3 દિપડાઓ ફરી રહ્યાં છે. જ્યારે વડોદરાની આસપાસ દીપડાઓની સંખ્યા વધીને 22 જેટલી થઇ ગઇ છે. વનવિભાગના આરએફઓ નિધિ દવેએ જણાવ્યું કે, ‘આ સમસ્યા કેટલાક મહિનાથી છે પણ હવે પાંચ બનાવો બની ગયા છે. વનવિભાગના અધિકારીઅઓ નિયમિતપણે જઇને ગ્રામજનોને દીપડાથી બચવા શું કરવું જોઇએ તેની માહિતી આપી રહ્યાં છે. આ ઉપરાંત અહીં ખુલ્લા વાડામાં પશુ રખાઈ રહ્યાં છે અને લાઇટોની સુવિધા ન હોવાથી દીપડાઓ અંધારાને લીધે આકર્ષાય છે.’
રમણગામડીના સરપંચ ભાસ્કર પટેલના મતે દીપડો હવે હાલ પૂરતો ભાગી ગયો છે. જ્યારે ગોસિન્દ્રાના સરપંચ કનુભાઇ પટેલે જણાવ્યું કે, બે દિવસ પહેલા જે બકરીને દીપડો ખેંચી ગયો હતો. તેના આખા મોનો ભાગ ફાડીને લઇ ગયો હતો. 6 મહિનાથી જ દીપડો જોવા મળી રહ્યો છે.
પાંજરા પાસે આવેલો દીપડો વધુ શાતિર, શું છે ઝીંગા ટ્રેપ ટેક્નિક?
સામાન્યત: દીપડાઓ પાંજરામાં મૂકવામાં આવેલા મારણથી આકર્ષાઇને આવી જઈ પકડાઈ જતા હોય છે. પણ આ વિસ્તારમાં પાંજરાની પાસે આવેલો દીપડો વધુ શાતિર છે. દીપડો રાત્રે પાંજરાની ફરતે આવ્યા બાદ ત્યાંથી નીકળી ગયો હતો. તેથી વનવિભાગ દ્વારા દીપડાએ જે શિકાર કર્યો હતો તે જ પ્રાણીનો મૃતદેહ પાંજરામાં મૂકવામાં આવ્યો હતો. જોકે દીપડો ફરી આવ્યો હતો, પણ કોઇ કારણસર ફરી વખત પાંજરાની ફરતે ગોળ ચક્કર મારીને ત્યાંથી નીકળી ગયો હતો. દીપડાને સપડાવવાની એક ટેક્નિક વિશે ડીએફઓ કાર્તિક મહારાજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ ટેક્નિકમાં પિંજરાથી કેટલાક નિયમિત અંતરે ઝીંગા ગોઠવીને પાંજરા સુધી તેની હારમાળા લંબાવવામાં આવે છે. ત્યારબાદ પાંજરામાં મારણ તરીકે સહેજ સડી ગયેલી મરધી મૂકીને દીપડાને પાંજરામાં સપડાવવામાં આવે છે.
જિલ્લામાં દીપડાના 11 મહિનામાં 65 શિકાર
વડોદરા જિલ્લામાં ગત વર્ષે ઓક્ટોબર-2018થી 2019 ફેબ્રુઆરી સુધીમાં 36 બનાવો બન્યા હતા. જ્યારે માર્ચ 2020થી ફેબ્રુઆરી-2021 દરમિયાન 11 મહિનામાં જ 65 પશુઓ પર દીપડાઓએ હુમલા કરીને મોત નિપજાવ્યાં છે. દીપડી વર્ષમાં બેથી ત્રણ બચ્ચાઓને જન્મ આપે છે. અગાઉ માંડ 5 દિપડા તાલુકામાં હોવાનું કહેવાતું હતું. વર્ષ 2015 સુધી વર્ષે માંડ 4 શિકાર દીપડા દ્વારા કરવામાં આવતા હતા. હવે આ આંકડો વધીને 65 પર પહોંચી ગયો છે.
વડોદરાનાં આ ગામડાંમાં દીપડાનો આતંક
વાઘોડિયા : ગોરજ, ધંખેડા, ફ્લોડ, મુવાડા
ડભોઇ : સોમપુરા, આસગોલ, વડિયા, અકોટ, ફુલવાડી, નાગડોળ, આરણ્યા, ચનવાડા
કરજણ : જૂની શાયર
પાદરા : શિહોર
શિનોર : કુંજેઠા
વડોદરા : પોર, ઇંટોલા, રમણગામડી, ગોસિન્દ્રા, રામનાથ
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.